Surat : નિલેશ કુંભાણીના ચૂંટણી લડવા પર મુકાઇ શકે છે પ્રતિબંધ, ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત, 4 દિવસ બાદ ઘરે પરત ફરી તેમની પત્ની

છેલ્લા કેટલાક દિવસથી સુરત લોકસભાની ઉમેદવારી નોંધાવનાર કોંગ્રેસના નિલેશ કુંભાણી ચર્ચામાં છે. જો કે સોંગદનામામાં ભૂલ નીકળતા તેમનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યુ છે. કોંગ્રેસ નેતા નિલેશ કુંભાણી હજી પણ ભૂર્ગભમાં છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Apr 25, 2024 | 11:25 AM

છેલ્લા કેટલાક દિવસથી સુરત લોકસભાની ઉમેદવારી નોંધાવનાર કોંગ્રેસના નિલેશ કુંભાણી ચર્ચામાં છે. જો કે સોંગદનામામાં ભૂલ નીકળતા તેમનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યુ છે. કોંગ્રેસ નેતા નિલેશ કુંભાણી હજી પણ ભૂર્ગભમાં છે. તેમની પત્ની ચાર દિવસ બાદ આજે તેમના નિવાસ્થાને પરત ફરી છે. જેમને TV9 સાથે જણાવ્યુ કે સમય આવશે ત્યારે નિલેશ કુંભાણી લોકો સામે આવશે.

ચાર દિવસ બાદ ઘરે પરત ફરી નિલેશ કુંભાણીની પત્ની

બીજી તરફ ગઈ કાલે કેટલાક રાજકીય નેતા દ્વારા નિલેશ કુંભાણી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાય તે માટે પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવાની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ એક નિવેદનમાં જણાવ્યુ કે નિલેશ કુભાણીનુ સ્વાગત ફૂલથી થશે કે પથ્થરથી તે સમય બતાવશે. જેના પગલે નિલેશ કુંભાણીના ઘરે પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. બિલ્ડીંગના નીચે ક્રાઇમ બ્રાન્ચ પોલીસના જવાનો ગોઠવાયા છે.

ચૂંટણી લડવા પર મુકાઈ શકે છે પ્રતિબંધ

ચૂંટણી પંચ નિલેશ કુંભાણી સામે કડક પગલા લઈ શકે છે. નિલેશ કુંભાણીના ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકાઈ શકે છે. સુરતથી કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનો રિપોર્ટ દિલ્લી ECI પહોંચ્યો છે. ટેકેદારોની ખોટી સહી મુદ્દે સુરત કલેક્ટર અને નિરીક્ષકે રિપોર્ટ તૈયાર કર્યો હતો. મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ આ રિપોર્ટ દિલ્લી મોકલ્યો છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં આવા કેસમાં નવ ઉમેદવારો પર ત્રણ વર્ષનો ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકાઈ ચૂક્યો છે.

Follow Us:
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">