Knowledge: ગુજરાતનું એક એવું ગામ જ્યાં નથી પાકા મકાનો, જાણો લોકો ઘરની છત પાકી બનાવતા કેમ ડરે છે?
ભારતમાં અનેક વિસ્તારો ભૂકંપ સંભવિત વિસ્તારમાં આવે છે, તે વિસ્તારમાં ગમે ત્યારે ભૂકંપ આવે છે, અને ગુજરાતમાં પણ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત અને ભુજમાં સૌથી વધારે ભૂકંપ આવે છે. ગુજરાતની સાથે દેશમાં દિલ્હી સહીતના અને વિસ્તારો છે, જ્યા ભૂકંપ આવતો જ રહે છે. જ્યારે જાપાનમાં પણ વધારે ભૂકંપ આવતો રહે છે અને જાપાનના લોકો પણ પાકા મકાન બનાવતા નથી.

ભારતના ગુજરાતના કચ્છમાં એક એવું ગામ છે, જ્યાં આજે પણ અહીં રહેતા માલધારી લોકો પોતાના ઘર પર પાકી છત નથી બનાવતા, જ્યારે તેઓ નળીયાના બનાવેલા મકાનોમાં રહે છે. તમને કચ્છમાં આવેલ વિનાશક ભૂકંપ યાદ હશે, જેમાં હજારો મકાનો ધરાશાયી થયા હતા. હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. એવું માનવામાં આવે છે કે, સિસ્મિક ઝોનમાં હોવાને કારણે સણોસરા ગામના લોકો તેમના મકાનો પર કોંક્રીટની છત બાંધતા ડરે છે. લાંબા સમયથી લોકો અહીં નળીયાના મકાનો બનાવવાનું ચાલુ રાખ્યું હતું. તે પછી કચ્છમાં વિકાસના કામો ઝડપથી થવા લાગ્યા અને લોકોમાં ભૂકંપનો ભય સમાપ્ત થયો ત્યારે લોકોએ બે માળના ઈંટના મકાનો બનાવવાનું શરૂ કર્યું. જો કે, સણોસરા ગામ હજુ પણ એવું છે કે જ્યાં લોકો તેમના ઘરની કોંક્રીટની છત નથી બનાવતા. function loadTaboolaWidget() { ...
