સુરત : જીવલેણ બની રહી છે ગરમી, ગભરામણ-ખેંચ અને સનસ્ટ્રોકથી 9 લોકોના મોત નિપજ્યા, જુઓ વીડિયો
સુરતમાં ગરમીએ અત્યંત ભયાનક રૂપ ધારણ કર્યું છે. સુરતમાં ગભરામણ અને ખેંચ આવવાથી 9 લોકો મોતને ભેટયા છે. નવ પૈકી પાંચ વ્યક્તિઓ અચાનક બેભાન થઈ ગયા હતા જયારે અન્ય એક વ્યક્તિને ગભરામણ થયા બાદ તેમનું મોત થયું હતું .
સુરતમાં ગરમીએ અત્યંત ભયાનક રૂપ ધારણ કર્યું છે. સુરતમાં ગભરામણ અને ખેંચ આવવાથી 9 લોકો મોતને ભેટયા છે. નવ પૈકી પાંચ વ્યક્તિઓ અચાનક બેભાન થઈ ગયા હતા જયારે અન્ય એક વ્યક્તિને ગભરામણ થયા બાદ તેમનું મોત થયું હતું.
સૂત્રો અનુસાર તમામ મૃતકોની ઉંમર 36થી વધુ છે. નોંધીય છે કે ટૂંકા સમયગાળામાં સુરતમાં ગરમીના કારણે 10 વ્યક્તિઓના મોત થયા હતા.
ગરમીના કારણે વધુ 9ના મોતથી સુરતમાં ખળભળાટ મચ્યો છે.
પરિસ્થિતિને અનુલક્ષીને બપોરે 12થી 3 વચ્ચે બહાર ન નીકળવા તંત્રએ સૂચના આપી છે. હાલ સુરત સિવિલમાં દર્દીઓનો ધસારો અને સિવિલ OPDમાં લાંબી કતાર જોવા મળી રહી છે.
આ તરફ સુરત સિવિલના CMOએ ટીવીનાઈન સાથે વાત કરતા કહ્યું કે ગરમીના કારણે ગભરાણના કેસમાં વધારો થયો છે જેને લઈ લોકોએ બપોરને નીકળવાનું ટાળવું જોઈએ. આ સાથે જ ભીષણ ગરમીને લઈ જે પરિસ્થિતિ ઉભી થઈ છે તેને પહોંચી વળવા સુરત સિવિલ હોસ્પિટલ સજ્જ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
