Ahmedabad : અમદાવાદમાં રોગચાળો વકર્યો, UHC અને PHCમાં દરરોજ નોંધાય છે 1500 કેસ, જુઓ Video
અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાનો ખતરો વધતો જઈ રહ્યો છે. અમદાવાદમાં શરદી, ખાંસી અને તાવ જેવા લક્ષણો સાથે દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. શહેરના UHC અને PHC કેન્દ્રોમાં રોજ સરેરાશ 1,500 જેટલા નવા કેસ નોંધાઈ રહ્યાં છે.
અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાનો ખતરો વધતો જઈ રહ્યો છે. અમદાવાદમાં શરદી, ખાંસી અને તાવ જેવા લક્ષણો સાથે દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. શહેરના UHC અને PHC કેન્દ્રોમાં રોજ સરેરાશ 1,500 જેટલા નવા કેસ નોંધાઈ રહ્યાં છે. જયારે ખાનગી હોસ્પિટલો અને કોર્પોરેશન સંચાલિત અન્ય હોસ્પિટલોમાં પણ મોટી સંખ્યામાં દર્દીઓની કતાર લાગી છે. બદલાતું વાતાવરણ અને વરસાદ બાદનું ભેજભર્યું વાતાવરણ વાયરસ ફેલાવાના મુખ્ય કારણો બન્યા છે.
અમદાવાદ શહેરમાં ચાલુ વર્ષે છેલ્લા 9 મહિનામાં રોગચાળામાં નોંધપાત્ર ઉછાળો થયો છે. જેને લઇ આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે. પરંતુ જાગૃતિ અને યોગ્ય સારવાર વગર સ્થિતિ વધુ વિકટ બની શકે છે. AMC દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. પરંતુ નાગરિકોને પણ તકેદારી રાખવી. અને તાવ કે લક્ષણો જણાય તો તરત સારવાર લેવાની તબીબોની અપીલ છે.
