સુરતના હજીરા દરિયા કિનારેથી મળ્યો ચરસનો જથ્થો, SOGએ જપ્ત કર્યું રૂપિયા 1 કરોડનું ચરસ

સુરતના હજીરા દરિયા કિનારેથી મળ્યો ચરસનો જથ્થો, SOGએ જપ્ત કર્યું રૂપિયા 1 કરોડનું ચરસ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2024 | 7:50 PM

કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારેથી સૌથી વધુ ડ્રગ્સ ઝડપાવાની ઘટનાઓ સામે આવી રહી હતી ત્યારે હવે હવે દક્ષિણના દરિયા કાંઠેથી ચરસનો જથ્થો મળી આવ્યો છે. સુરતના હજીરા દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. SOG દ્વારા દરિયા કાંઠેથી રૂપિયા 1 કરોડનું ચરસ જપ્ત કરવામાં આવ્યું છે.

ગુજરાત જાણે કે ડ્રગ્સનો પ્રવેશદ્વાર બની રહ્યો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના દરિયાકિનારેથી ડ્રગ્સ ઝડપાવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારેથી સૌથી વધુ ડ્રગ્સ ઝડપાવાની ઘટનાઓ સામે આવી રહી હતી ત્યારે હવે હવે દક્ષિણના દરિયા કાંઠેથી ચરસનો જથ્થો મળી આવ્યો છે.

સુરતના હજીરા દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. SOG દ્વારા દરિયા કાંઠેથી રૂપિયા 1 કરોડનું ચરસ જપ્ત કરવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં અફઘાની ચરસ હોવાનો ખુલાસો થયો છે. ત્યારે SOGએ ચરસ કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

g clip-path="url(#clip0_868_265)">