લો બોલો, પોલીસ સ્ટેશનમાંથી જ ટેન્કરની ચોરી થઈ, હવે તપાસનો ધમધમાટ

અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાંથી  જ બાયોડીઝલ ભરેલા ટેન્કરની ચોરી થતાં અનેક સવાલ ઉભા થયા છે.

ગુજરાતના(Gujarat) અંકલેશ્વર(Ankleswar)રૂરલ પોલીસ સ્ટેશનમાંથી  જ ચોરીની( Stolen)ઘટના સામે આવી છે. જેમાં રૂરલ પોલીસ સ્ટેશનમાંથી ટેન્કરની ચોરી થતાં તેની ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ 18 ઓક્ટોબરે LCBની ટીમે શંકાસ્પદ બાયોડીઝલ(Bio Diseal) ભરેલુ ટેન્કર ઝડપી પાડી રૂરલ પોલીસને સોંપ્યું હતું. જો કે તે બાયોડીઝલ ભરેલા ટેન્કરની પોલીસ સ્ટેશનમાંથી ચોરી થતાં અનેક સવાલ ઉભા થયા છે.

પોલીસ સ્ટેશનના કેમ્પસમાં રાખવામાં આવેલા ટેન્કરની ચોરી થઈ શકતી હોય તો ત્યારે સામાન્ય લોકોના ઘર અને સામાનની સુરક્ષાનું શું તેવા સ્થાનિક પોલીસ સામે સવાલ ઉભા થયા છે.

આ પણ વાંચો : વડોદરાના આફમી ચેરીટેબલ ટ્રસ્ટમાં કરોડોની હેરાફેરી, નવા ખુલાસા સામે આવ્યા

આ પણ વાંચો : Surat: સંચાલકો અને એસોસિએશનના વિપરીત દાવા વચ્ચે, દિવાળીમાં સૌરાષ્ટ્ર તરફ જવા માટે મુસાફરોએ ચુકવવી પડશે તગડી રકમ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati