Surat: સંચાલકો અને એસોસિએશનના વિપરીત દાવા વચ્ચે, દિવાળીમાં સૌરાષ્ટ્ર તરફ જવા માટે મુસાફરોએ ચુકવવી પડશે તગડી રકમ

સુરત લકઝરી બસ ચેરીટેબલ એસોસિયેશનના પ્રમુખના જણાવ્યા પ્રમાણે તહેવારોમાં ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. દિવાળીના તહેવારોમાં ટ્રાફિકના કારણે પ્રાઇવેટ બસો દ્વારા ભાડામાં વધારો કરવામાં આવતો હોય છે.

Surat: સંચાલકો અને એસોસિએશનના વિપરીત દાવા વચ્ચે, દિવાળીમાં સૌરાષ્ટ્ર તરફ જવા માટે મુસાફરોએ ચુકવવી પડશે તગડી રકમ
Private Bus
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2021 | 6:59 AM

સામાન્ય દિવસો કરતા દિવાળીના (Diwali) તહેવારમાં ખાનગી બસ સંચાલકો (Private Bus) દ્વારા ભાડામાં વધારો કરીને ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોય છે. તેવામાં સુરત લકઝરી ચેરીટેબલ બસ એસોસિયેશન દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ વર્ષે ભાડામાં કોઈ વધારો તેમના તરફથી નહીં કરવામાં આવે. બીજી બાજુ લકઝરી બસના સંચાલકોએ તેનાથી વિપરીત વેકેશનના જુદા જુદા દિવસો માટે અલગ અલગ ભાડાની રકમ પણ જાહેર કરી છે.

તારીખ 25 અને તારીખ 26 ઓક્ટોબરના રોજ પ્રવાસ કરનારા લોકોને સિંગલ સીટનું 700 રૂપિયા ભાડું આપવું પડશે. જેને પગલે હવે સુરતથી સૌરાષ્ટ્ર ખાનગી બસોમાં જનારા પ્રવાસીઓ લૂંટાશે. તારીખ 27,28 ઓક્ટોબર માટે 800 રૂપિયા અને તારીખ 29, 30 ઓક્ટોબર માટે 1 હજાર રૂપિયા અને તારીખ 31 ઓક્ટોબરથી તારીખ 6 નવેમ્બર સુધી 1200 રૂપિયાનું ભાડું નિયત કરવામાં આવ્યું છે. જયારે બે બેઠકોનો બમણો ભાવ ચૂકવવાનો રહેશે.

તો બીજી તરફ એસટી વિભાગે સામાન્ય દિવસોની જેમ 350 થી 450 રૂપિયા જેટલું જ ન્યુનતમ ભાડું રાખ્યું છે. તેની સામે હજીરા ઘોઘા રો રો ફેરી સર્વિસનું ભાડું 625 રૂપિયા છે. સુરતથી ભાવનગર, પાલીતાણા અને ગારિયાધાર માટે લકઝરી બસના સંચાલકો 1 નવેમ્બરથી એક બેઠકના 1200 રૂપિયા વસૂલશે. તે હિસાબે ચાર વ્યક્તિના પરિવારને વતન જવાનો ખર્ચ 4800 રૂપિયા આપવાનો રહેશે.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

જોકે સુરત લકઝરી બસ ચેરીટેબલ એસોસિયેશનના પ્રમુખના જણાવ્યા પ્રમાણે તહેવારોમાં ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. દિવાળીના તહેવારોમાં ટ્રાફિકના કારણે પ્રાઇવેટ બસો દ્વારા ભાડામાં વધારો કરવામાં આવતો હોય છે. સૌરાષ્ટ્રમાં જવા માટે સુરતથી ઉપડતી બસો દ્વારા હાલ 700 રૂપિયા ભાડું વસુલવામાં આવે છે. પરંતુ દિવાળી જેવા તહેવારમાં ટ્રાફિક હોવા છતાં બસ એસોસિયેશન દ્વારા ભાડામાં વધારો કરવામાં આવશે નહીં.

બસ એસોસિયેશન દ્વારા વ્યક્તિ દીધી 700 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ ટ્રાવેલ્સ કંપનીઓ માત્ર 26, 27 ઓક્ટોબરના દિવસ માટે જ 700 રૂપિયા એક બેઠકના લેશે. જે રીતે લકઝરી એસોસિયેશન દ્વારા ભાડાની જાહેરાત કરવામાં આવી છે તે જ બતાવી રહ્યું છે કે વેકેશનમાં સૌરાષ્ટ્ર જતા પ્રવાસીઓને લૂંટવામાં આવશે.

દિવાળી હોવા છતાં એસટી વિભાગ દ્વારા કોઈ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી. ઉપરથી જો વધારે બુકીંગ હશે તો સોસાયટીથી બસ ઉપાડવાની જાહેરાત પણ કરવામાં આવી છે. આ સંજોગોમાં ખાનગી લકઝરી બસના માલિકોએ પણ સુરતથી સૌરાષ્ટ્ર જતા પ્રવાસીઓને રાહત આપવી જોઈતી હતી, પરંતુ તેના બદલે ભાવમાં વધારો કરીને મોંઘવારીના સમયમાં લોકો માટે પડતા પર પાટુ જેવો ઘાટ કર્યો છે.

આ પણ વાંચો : Surat : નેશનલ એજ્યુકેશન પોલીસીનો અમલ કરનાર VNSGU પહેલી યુનિવર્સીટી બની

આ પણ વાંચો : Surat : 13 વર્ષની સગીરા પર બળાત્કાર કરનાર ત્રણ યુવકોને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

g clip-path="url(#clip0_868_265)">