વડોદરાના આફમી ચેરીટેબલ ટ્રસ્ટમાં કરોડોની હેરાફેરી, નવા ખુલાસા સામે આવ્યા

વડોદરામાં આફમી ટ્રસ્ટનો તમામ વહીવટ મેનેજીંગ ટ્રસ્ટી સલાઉદ્દીન દ્વારા કરવામાં આવતો હતો અમે અજાણ હતા તેમ બે અન્ય બે ટ્રસ્ટીઓએ નિવેદનમાં પોલીસને જણાવ્યું હતું.

વડોદરાના આફમી ચેરીટેબલ ટ્રસ્ટમાં કરોડોની હેરાફેરી, નવા ખુલાસા સામે આવ્યા
Vadodara embezzlement of crores in the Aafmi Charitable Trust new revelations came to light (File Photo)
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Oct 23, 2021 | 8:05 AM

વડોદરાના(Vadodara)આફમી(Aafmi)ચેરીટેબલ ટ્રસ્ટમાં યુકે  સહિતના દેશોમાંથી આવતી કરોડો રૂપિયાની રકમ અને આફમી ટ્રસ્ટમાંથી વડોદરા  અને ગુજરાત(Gujarat)બહાર દેશના અન્ય રાજ્યોમાં આંગડિયા મારફતે પહોંચાડવામાં આવતી કરોડોની રકમ અને હેરાફેરીમાં આફમી ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઓની શું ભૂમિકા રહેલી છે.

આ અંગે તપાસ કરી રહેલ વડોદરા એસ.ઓ.જી દ્વારા આફમી ચેરીટેબલ ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઓની પૂછપરછ તથા ઉલટ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે મેનેજીંગ ટ્રસ્ટી સલાઉદ્દીન અન્ય ટ્રસ્ટીઓની જાણ બહાર કરોડો રૂપિયાની હેરાફેરી હવાલા તથા આંગડિયા મારફતે કરતો હતો.

ધર્માંતરણ(Conversion) અને આફમી હવાલા કૌભાંડ(Hawala Scam) ની તપાસ કરી રહેલ વડોદરા SOG દ્વારા શુક્રવારે  આફમી ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઓની પૂછપરછ શરૂ કરી હતી જેમાં મુસા પટેલ અને ડૉક્ટર એહમદ શેખનો સમાવેશ થાય છે.અબ્દુલ્લા ફેફડાવાળાના યુકે સ્થિત અલફલા ટ્રસ્ટ તથા વિવિધ દાનવીરો તરફથી કરોડો રૂપિયાની રકમ આવતી હતી તે રકમનો ઉપયોગ વડોદરા આવ્યા પછી આંગડિયા મારફતે દેશના અલગ-અલગ ભાગોમાં મોકલવામાં કરવામાં આવતો.  આ  કરોડો રૂપિયાની રકમ મસ્જિદોનું નિર્માણ અને અન્ય પ્રવૃત્તિઓ અંગે વાપરવામાં આવતો હોવાની બાબત  આ બંને ટ્રસ્ટીઓ ને પૂછવામાં આવી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ત્યારે તેઓએ જણાવ્યું કે અમે કંઇ જાણતા નથી અને તમામ વહીવટ મેનેજીંગ ટ્રસ્ટી સલાઉદ્દીન દ્વારા કરવામાં આવતો હતો સલાઉદ્દીન શેખ દ્વારા કરવામાં આવતા વહીવટથી અમે સૌ કોઇ અજાણ હતા.  આ બંનેનું નિવેદન લીધા બાદ સલાઉદ્દીનને બોલાવવામાં આવ્યો હતો અને બંનેની હાજરીમાં અત્યાર સુધી સામે આવેલ વિગતો અંગે સલાઉદ્દીન ની ઉલટ તપાસ કરવામાં આવી હતી.

વડોદરા SOGની બીજી ટીમે મહારાષ્ટ્રના જલગાંવ ના ત્રણ ભાઈઓની પૂછપરછ કરી હતી મોહમ્મદ સાજીદ ખાલિદ અને શાહિદ નામના આ ત્રણ ભાઈઓ ના ખાતામાં 12 કરોડ જેટલી રકમ સલાઉદ્દીન શેખે અલગ-અલગ સમયે જમા કરાવી હતી આ ત્રણેયની અલગ-અલગ પૂછપરછ કરવામાં આવી હતી તેઓને આ રકમ કેમ પહોંચાડવામાં આવી હતી અને આ રકમ નું શુ કર્યું તે અંગે વિસ્તૃત પૂછપરછ કરવામાં આવી હતી.

મુખ્યત્વે મસ્જિદોના નિર્માણ અને ગરીબ લોકોને મદદ કરી હોવાનું આ ત્રણેય દ્વારા તપાસ અધિકારીઓને કહેવામાં આવ્યું હતું. કલાકો સુધી આ ત્રણેયની અલગ-અલગ પૂછપરછ કરવામાં આવી હતી કેટલીક વિસંગતતાઓ અંગે બંનેને સાથે રાખીને પણ પૂછપરછ કરવામાં આવતી હતી.

આજ રીતે ચાર કરોડ જેટલી રકમ રાજસ્થાનના બાડમેર માં ભારત પાકિસ્તાન સરહદે આવેલા વિસ્તારોમાં મસ્જિદનું નિર્માણ તથા અન્ય પ્રવૃત્તિઓ માટે વાપરવામાં આવેલ હોવાનું સામે આવ્યું હતું ઓરિસ્સાના અશફક નામના ઈસમને વર્ષ 2020 21 દરમિયાન 23 લાખ રૂપિયા મોકલ્યા હોવાની કબૂલાત સલાઉદ્દીન દ્વારા કરવામાં આવી હતી.

આફમી ટ્રસ્ટમાં જમા થયેલી કરોડો રૂપિયાની રકમમાંથી કેટલા લોકોનું ધર્માંતરણ કરવામાં આવ્યું તથા આફમી ટ્રસ્ટના ઉદ્દેશયો વિરુદ્ધ કેટલી રકમ વાપરવામાં આવી તે અંગે તપાસ કરી રહેલ વડોદરા એસઓજી દ્વારા જે મોટી રકમની હેરાફેરી કરવામાં આવી હતી તેના ઉપર તપાસ કેન્દ્રીત કરવામાં આવી છે અને હવે કરોડોની લેવડ દેવડ સાથે સંકળાયેલી વ્યક્તિઓની પૂછપરછ અને ક્રોસ ઇન્ટ્રોગેશન કરવામાં આવી રહ્યું છે.

સલાઉદ્દીન શેખ તથા મૌલાના ગૌતમ ઉંમરને ગત શનિવારે ઉત્તર પ્રદેશ થી વડોદરા લાવવામાં આવ્યા હતા અને વડોદરા SOG દ્વારા આ બંનેના સાત દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે જે શનિવારે સાંજે ચાર વાગ્યે પૂર્ણ થઇ રહ્યા છે. શનિવારે આ બંનેને કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડની માગણી કરવામાં આવે તેવી શક્યતાઓ છે તે પૂર્વે આ બંનેને શુક્રવારે એસ.એસ.જી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને બંનેના કોવિડ 19ના RTPCR ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા કરવામાં આવ્યા હતા

સુત્રો તરફથી મળેલી વિગતો મુજબ કરોડો રૂપિયાની રકમની હેરાફેરી મામલે વડોદરા SOG દ્વારા એકત્ર કરવામાં આવેલા મજબૂત પુરાવાઓમાં નાણાકીય હેરાફેરી ગેરકાયદેસર હોવાનું માલુમ પડતા ઇન્કમટેક્સ અને ઇડી સહિતની કેન્દ્રીય એજન્સીઓ ને જાણ કરવામાં આવી છે આ બંને એજન્સીઓ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો : Surat: સંચાલકો અને એસોસિએશનના વિપરીત દાવા વચ્ચે, દિવાળીમાં સૌરાષ્ટ્ર તરફ જવા માટે મુસાફરોએ ચુકવવી પડશે તગડી રકમ

આ પણ વાંચો : સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થઈ શકે છે, કાશ્મીરમાં નાગરિકો પર હુમલા સહિત આ મુદ્દાઓ પર ચર્ચાની શક્યતા

g clip-path="url(#clip0_868_265)">