‘ભાજપે ટેકેદારોને ધમકાવ્યા’ ! કુંભાણીનું ફોર્મ રદ થતા બોલ્યા શક્તિસિંહ, જુઓ Video

સુરત લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર નિલશ કુંભાણીની ઉમેદવારી રદ થવા અંગે શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આક્ષેપ કર્યાં છે. તેમણે કહ્યું છે કે, કાયદાની જોગવાઈ મુજબ જો ઉમેદવારી પત્રમાં ટેકેદારની સહી ના હોય તો, ઉમેદવારી રદ થાય. ટેકેદાર ફોર્મ ભરાઈ ગયા બાદ કહે કે મારી સહી નથી તો ફોર્મ રદ ના થાય.

| Updated on: Apr 21, 2024 | 2:43 PM

સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયું છે. ત્યારે હવે આ મામલે કોંગ્રેસ હાઈકોર્ટના દ્વાર ખખડાવશેની માહિતી મળી રહી છે. નિલશ કુંભાણીની ઉમેદવારી રદ થવા અંગે શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આક્ષેપ કર્યાં છે. તેમણે કહ્યું છે કે, કાયદાની જોગવાઈ મુજબ જો ઉમેદવારી પત્રમાં ટેકેદારની સહી ના હોય તો, ઉમેદવારી રદ થાય. ટેકેદાર ફોર્મ ભરાઈ ગયા બાદ કહે કે મારી સહી નથી તો ફોર્મ રદ ના થાય.

મળતી માહિતી મુજબ કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું એક દિવસના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આખરે ફોર્મ રદ કરવામાં આવ્યું છે. જેમાં ટેકેદારોની સહિ ખોટી હોવાનો આરોપ હતો ત્યારે આજે તમામ ટેકેદારો સાથે કુંભાણીને હાજર રહેવા જણાવવામાં આવ્યું હતુ ત્યારે હવે એકપણ ટેકેદારનો અતોપતો મળ્યો ન હતો અને એકપણ ટેકેદાર હાજર ન રહેતા આખરે ફોર્મને રદ કરવામાં આવ્યું હતુ

આ સમગ્ર મામલે શક્તિસિંહે ભૂતકાળનો દાખલો ટાંકિને કહ્યું હતું કે, 2012ની વિધાનસભાની ચૂંટણીમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. 2012માં સુરત પૂર્વમાં આવી સ્થિતિ સર્જાઈ હતી તે સમયે આપેલો નિર્ણય અને હાલમાં આપેલ નિર્ણય બન્ને અલગ અલગ છે. એક જ બાબતે બે અલગ અલગ ઉમેદવારો માટે અલગ અલગ નિર્ણય કેવી રીતે હોઈ શકે. ચૂંટણી પંચને વિનંતી કરુ છુ કે નિષ્પક્ષ ચૂંટણી કરાવો.

શક્તિસિંહે કહ્યું છે કે, ફોર્મમાં અને અરજીમાં કરાયેલ ટેકેદારની સહીને FSL માં મોકલીને તેની સત્યતા ચકાસવી જોઈએ. બંનેમાં થયેલ સહી એક જ વ્યક્તિઓની છે કે કેમ તે પણ ચકાસવું જોઈએ. ભાજપના ડરાવવાથી ટેકેદારો ફરી ગયા છે. ફોર્મ રદ્દ કરવાની જોગવાઈ કાયદામાં નથી

આ મામલે કોંગ્રેસ હવે હાઈકોર્ટના દ્રાર ખખડાવશે . કોંગ્રેસની લીગલ ટીમ હાઇકોર્ટના જશે ત્યાં પીટીશન દાખલ કરવામાં આવશે. ત્યારે જોવાનું રહેશે કે ગુજરાત હાઇકોર્ટમાં ઇલેક્શન પીટીશન ક્યારે કોંગ્રેસ દ્વારા દાખલ કરવામાં આવે છે. ઇલેક્શન પીટીશનનો ડ્રાફ્ટ તૈયાર કરવા સૂચના અપાઈ છે

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">