Bhavnagar: જિલ્લામાં ભારે વરસાદ બાદ કેટલાય ગામો બેટમાં ફેરવાયા, જાણો કેવી છે સ્થિતિ

ભાવનગરમાં (Bhavnagar) ગઈકાલ રાતથી જ સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે મુશ્કેલીઓ ઉભી થઇ છે. ઉપરાવાટમાં વરસાદની અસર ગામડાઓમાં જોવા મળી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2021 | 4:35 PM

ભાવનગરમાં (Bhavnagar) સતત ભારે વરસાદ (Heavy Rain) જોવા મળી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં સતત વરસાદ ને લઇને અનેક ગામો પાણીના બેટમાં ફેરવાયા છે. જિલ્લાના ભાણગઢ, ઘાંઘળી રોડ ગામ તેમજ અન્ય ઘણા ગામો બેટમાં ફેરવાયા છે. તેમજ સંપર્ક વિહોણા બન્યા હોવાની માહિતી બહાર આવી છે. આ ગામોના રસ્તા અને ખેતરો તેમજ ગામોમાં પાણી ફરીવળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક ગામોમાં પાણીના ધસમસતા પ્રવાહ જોવા મળી રહ્યા છે.

ભાવનગરમાં ગઈકાલ રાતથી જ સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે મુશ્કેલીઓ ઉભી થઇ છે. ધોધમાર વરસાદના કારણે ચેક ડેમો અને મોટા ડેમો છલકાઈ ગયા છે. ભારે વરસાદની અસર નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં પાણીનો ભરાવો થઇ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ ગામડાઓમાં છેલ્લા 20 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. અને ગઈકાલથી વરસાદનું જોર વધતા ખેડૂતો ચિંતામાં છે. આ વરસાદના કારણે ડુંગરી અને કપાસ જેવા પાકો ફેઈલ જવાનો ભય વધી ગયો છે.

આ તરફ ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસેલા વરસાદના કારણે શહેરીજનોની મુશ્કેલીમાં વધારો થયો છે. શહેરમાં પણ ગત રાત્રિથી સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદના કારણે શહેરના અનેક રસ્તાઓ પર મહાકાય વૃક્ષો ધરાશયી થઈ ગયા છે. પરિમલ ચોક, વિરાણી ચોક, ઘોઘા સર્કલ, ઘોઘા જગાત નાકા સહિતના વિસ્તારોમાં વૃક્ષો પડી જતા રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહનચાલકોની મુશ્કેલી પણ વધી ગઈ છે.

આ પણ વાંચો: AMRELI : જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જળબંબાકાર, નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ

આ પણ વાંચો: Surat : શેરી ગરબાને છૂટ મળતા માતાજીની ડેકોરેટિવ ગરબીની ડિમાન્ડ વધી

Follow Us:
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">