Surat : શેરી ગરબાને છૂટ મળતા માતાજીની ડેકોરેટિવ ગરબીની ડિમાન્ડ વધી

આ ગરબીઓના ડેકોરેશનમાં જરદોશી વર્ક, મોતી વર્ક, માતાજીના અલગ-અલગ રૂપનું પેઇન્ટિંગ અને લાઇટિંગ પણ જોવા મળતી હોય છે. ગરબીઓની કિંમત 700 રૂપિયા લઈને 1000 રૂપિયા સુધીની હોય છે.

Surat : શેરી ગરબાને છૂટ મળતા માતાજીની ડેકોરેટિવ ગરબીની ડિમાન્ડ વધી
Surat: Demand for Mataji's decorative matli has increased with the release of street garba
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2021 | 4:19 PM

નવરાત્રી(Navratri ) માટે ગરબાની ડેકોરેટિવ ગરબીની ડિમાન્ડ જોવા મળી રહી છે. જેમાં 700 થી લઈને 1000 રૂપિયા સુધી ની માટલીઓ તૈયાર કરવામાં આવી રહી છે. 

ગણેશોત્સવની ઉજવણી બાદ હવે નવરાત્રિનો તહેવાર નજીક આવી રહ્યો છે. આ વખતે સરકાર દ્વારા શેરી ગરબાની છૂટ આપવામાં આવી છે. તેથી લોકો ગરબા રમવા ઉત્સુક છે. ત્યારે માતાજી ના ગરબા માટેની ગરબીઓમાં ડેકોરેટિવ માટલીઓની ડિમાન્ડ જોવા મળી છે. પરંપરાગત રીતે સ્થાપના કરવામાં આવતી ગરબીઓમાં વિવિધ રંગબેરંગી, લાઇટિંગ વાળી અને માતાજીના ફોટાવાળી, જરદોશી વર્ક વાળી ગરબીઓની ડિમાન્ડ જોવા મળી છે.

પરંપરાગત નવરાત્રી માં માતાજી ની ગરબી એટલે કે માટલી નું ઘણું મહત્વ રહ્યું છે.અને તેથી જ માતાજીની સ્થાપના માટે ગરબી ની સ્થાપના કરવામાં આવતી હોય છે. પહેલાના સમયમાં માતાજીની સાદી ગરબીઓ ની સ્થાપના કરવામાં આવતી હતી. સમય જતાં આ ગરબીઓ નો ટ્રેન્ડ બદલાયો અને હવે માતાજીની ફેન્સી અને ડિઝાઈનર ગરબીઓની સ્થાપના કરવામાં આવી રહી  છે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

ગરબીઓ ના ડેકોરેશન કરનાર જણાવે છે કે તેમની પાસે માતાજીની ડેકોરેશનવાળી ગરબીઓની  ડિમાન્ડ વધુ આવતી હોય છે .તેમાં પણ ખાસ કરીને કાંઠા વિસ્તારના લોકો ઘરે ઘરે માતાજીની સ્થાપના કરતા હોય છે. અને તેથી કાંઠા વિસ્તારમાં ગરબીઓની ડિમાન્ડ સૌથી વધુ હોય છે. વિવિધ પ્રકારના ડેકોરેશનથી ગરબીઓ અલગ જ લુક આપતી હોય છે.

આ ગરબીઓના  ડેકોરેશનમાં જરદોશી વર્ક ,મોતી વર્ક, માતાજીના અલગ-અલગ રૂપ નું પેઇન્ટિંગ અને લાઇટિંગ પણ જોવા મળતી હોય છે.ગરબીઓ ની કિંમત 700 રૂપિયા લઈને 1000 રૂપિયા સુધીની હોય છે. જ્યારે સાદી ગરબી બજારમાં 80 થી 100 રૂપિયામાં મળતી હોય છે. તેમની પાસે ડેકોરેટિવ માટલીઓ માટે ભરૂચ અને બરોડાથી પણ લોકો આવે છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ગરબીઓની  ડિમાન્ડ વધુ જોવા મળી છે .કારણ કે ગયા વર્ષે કોરોના ના કારણે ગરબાના આયોજનો થયા હતા નહીં ,પરંતુ આ વર્ષે સરકારે શેરી ગરબાની છૂટ આપી છે.તેથી લોકો ડેકોરેટિવ માટલીઓ ની ખરીદી કરી રહ્યા છે.

આ વર્ષે શેરી અને મહોલ્લામાં ગરબામાં છૂટ મળતા ડેકોરેટિવ ગરબીઓની ડિમાન્ડ સૌથી વધારે જોવા મળી રહી છે.

આ પણ વાંચો : Surat : આજે વર્લ્ડ હાર્ટ ડે : રાજ્યમાં સૌથી વધુ હૃદયનું દાન કરવામાં સુરત “દિલ” દાર

આ પણ વાંચો : રાજયમાં 128 તાલુકામાં વરસાદ નોંધાયો, આ તાલુકામાં 1 થી 9 ઇંચ સુધી વરસાદ ખાબક્યો, વાંચો કયાં-કેટલા ઇંચ વરસાદ ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">