Rain News : ગીર સોમનાથમાં સંભવિત વાવાઝોડાને કારણે દરિયામાં જોવા મળ્યો કરંટ, જુઓ Video

Rain News : ગીર સોમનાથમાં સંભવિત વાવાઝોડાને કારણે દરિયામાં જોવા મળ્યો કરંટ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2024 | 2:38 PM

ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ગીર સોમનાથ સંભવિત વાવાઝોડાને કારણે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથના વેરાવળ પાસે આવેલા દરિયામાં ભારે કરંટ જોવા મળતા સતત 5 દિવસથી 3 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યુ છે.

ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ગીર સોમનાથ સંભવિત વાવાઝોડાને કારણે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથના વેરાવળ પાસે આવેલા દરિયામાં ભારે કરંટ જોવા મળતા સતત 5 દિવસથી 3 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યુ છે. દરિયામાં કરંટના કારણે 2 ફિશીંગ બોટ પલટી જતા બોટમાં નુકસાન થયુ છે. પરંતુ બોટમાં રહેલા ખલાસીઓને બચાવવામાં આવ્યા છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.

કચ્છમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

બીજી તરફ કચ્છમાં ડીપ ડિપ્રેશનના અતિભાયનક રૂપની અસર વર્તાવાની શરૂ થઈ છે. મળતી માહિતી અનુસાર કચ્છમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેના પગલે કચ્છના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો હતો. કચ્છના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ શરુ થયો છે. કચ્છના દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે.

 

g clip-path="url(#clip0_868_265)">