વડોદરામાં ફૂડ વિભાગે લીધેલા મિઠાઈ, ફરસાણ, માવા અને મુખવાસના સેમ્પલ ફેલ, જુઓ વીડિયો

વડોદરામાં ફૂડ વિભાગે લીધેલા મિઠાઈ, ફરસાણ, માવા અને મુખવાસના સેમ્પલ ફેલ, જુઓ વીડિયો

yunus.gazi
| Edited By: | Updated on: Nov 09, 2023 | 5:08 PM

વડોદરામાં ફૂડ વિભાગે લીધેલા 6 નમૂના લેબ ટેસ્ટમાં ફેલ થયા છે. મિઠાઈ, ફરસાણ, માવા અને મુખવાસના સેમ્પલ ફેલ થયા છે. ફૂડ વિભાગે 28 કિલો માવો, 20 કિલો અખાદ્ય તેલનો નાશ કર્યો હતો. 29,800ની કિંમતનો 43 કિલો મુખવાસનો પણ નાશ કરાયો હતો. ત્યારે વડોદરામાં આરોગ્ય વિભાગે હજુ કડકાઈથી ચેકિંગ કરીને અખાદ્ય ચીજવસ્તુઓના વેચાણ પર સકંજો કસવો જોઈએ તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

દિવાળીમાં વિવિધ વેરાયટીના મુખવાસ બહુ ભાવતા હોય તો જરા ચેતજો. ચટપટા લાગતા મુખવાસ ક્યાંક તમારી દિવાળી ન બગાડે. વાત છે વડોદરાની જ્યાં ફૂડ વિભાગે લીધેલા મેંદો, મુખવાસ, માવો અને ફરસાણના 6 જેટલા નમૂના લેબ ટેસ્ટમાં ફેલ થયા છે. વડોદરા મનપાના ફૂડ વિભાગે અગાઉ લીધેલા નમૂનાનું હવે પરિણામ જાહેર કર્યું છે.

આ પણ વાંચો : વડોદરા: આપ ધારાસભ્ય ચૈતર વસાવાની પત્નીની તબિયત લથડી, SSG હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

આ પૂર્વે ફૂડ વિભાગે 28 કિલો માવો, 20 કિલો અખાદ્ય તેલ અને 43 કિલો જેટલા મુખવાસનું ચેકિંગ દરમિયાન જ નાશ કર્યો હતો. વેપારીઓ નજીવા નફાની લાલચે લોકોને અખાદ્ય વસ્તુઓ વેચીને માંદા પાડી રહ્યાં છે. ત્યારે વડોદરામાં આરોગ્ય વિભાગે હજુ કડકાઈથી ચેકિંગ કરીને અખાદ્ય ચીજવસ્તુઓના વેચાણ પર સકંજો કસવો જોઈએ.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 09, 2023 05:07 PM
g clip-path="url(#clip0_868_265)">