વડોદરા: આપ ધારાસભ્ય ચૈતર વસાવાની પત્નીની તબિયત લથડી, SSG હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

વડોદરા: આપ ધારાસભ્ય ચૈતર વસાવાની પત્નીની તબિયત લથડી, SSG હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

yunus.gazi
| Edited By: | Updated on: Nov 08, 2023 | 10:22 PM

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની શકુંતલા વસાવાને રાજપીપળાથી વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અંગેની જાણકારી મળતા જ ચૈતર વસાવાના બીજા પત્ની વર્ષા વસાવા અને શકુંતલા વસાવાના માતા ગીતા વસાવા SSG હોસ્પિટલ પહોંચ્યા છે.

નર્મદાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની શકુંતલાની તબિયત લથડી છે. શકુંતલા વસાવાને રાજપીપળાથી વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અંગેની જાણકારી મળતા જ ચૈતર વસાવાના બીજા પત્ની વર્ષા વસાવા અને શકુંતલા વસાવાના માતા ગીતા વસાવા SSG હોસ્પિટલ પહોંચ્યા છે.

આ પણ વાંચો વડોદરા વીડિયો : ડભોઇના એક મંદિરના મહંતને જેસીબીમાં ઉચકી ગામ બહાર કાઢી મુકાયો, જાણો શું છે કારણ

વર્ષા વસાવાએ આક્ષેપ કર્યો કે સરકારના ઈશારે અમારા પરિવારજનોને ખોટા હેરાન કરવામાં આવી રહ્યા છે. જો કે, આદિવાસીઓના હક અને પ્રશ્નો માટે ચૈતર વસાવા લડત ચાલુ રાખશે. ઉલ્લેખનીય છે કે, શકુંતલા વસાવાની તબિયત લથડતા રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાંથી હાલ વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડાયા છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">