Vadodara : યુનાઈટેડ વેના ગરબામાં ફરી સર્જાયો વિવાદ, ગરબામાં અશ્લીલ હરકત કરનાર યુવક નીકળ્યો દુષ્કર્મનો આરોપી, જુઓ Video
વડોદરામાં ફરી એક વાર યુનાઈટેડ વેના ગરબામાં વિવાદ સર્જાયો છે. સતત બીજા દિવસે યુનાઈટેડ વે ગરબામાં અશ્લીલ હરકત જોવા મળી છે. અશ્લીલ હરકતવાળો વધુ એક વીડિયો વાયરલ થયો છે.
વડોદરામાં ફરી એક વાર યુનાઈટેડ વેના ગરબામાં વિવાદ સર્જાયો છે. સતત બીજા દિવસે યુનાઈટેડ વે ગરબામાં અશ્લીલ હરકત જોવા મળી છે. અશ્લીલ હરકતવાળો વધુ એક વીડિયો વાયરલ થયો છે. ગરબાના મેદાનમાં જ યુવક અને યુવતીએ અશ્લીલ હરકત કરી છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે. ગરબાના માહોલમાં શરમજનક હરકતથી રોષનો માહોલ થયો છે. ઘટના સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરાઈ છે.
તો બીજી તરફ વડોદરામાં ગરબાના અશ્લીલ હરકત કરનાર યુવક મુદ્દે મોટો ખુલાસો થયો છે. વિલ્સન સોલંકી નામનો યુવક દુષ્કર્મનો આરોપી હોવાનો સામે આવ્યો છે. વિલ્સન સોલંકી ભાજપનો કાર્યકર પણ હોવાનું ખૂલ્યું છે. તેમજ અગાઉ વિલ્સન સોલંકી પર દુષ્કર્મનો કેસ નોંધાયો હતો. યુનાઈટેડ વેના આયોજકોની નફ્ફટાઈ પણ સામે આવી છે. આયોજકોનો વિવાદ અંગે ઉદ્ધતાઈભર્યો જવાબ આપ્યો હોવાનું સામે આવ્યું છે. આયોજકો ભક્તિને ધંધો માને છે. આ અમારા ધંધાની જગ્યા, ત્યાં શું થાય છે એ અમારી નિસ્બત નથી તેવું આયોજકે જણાવ્યું છે. કયો વીડિયો વાયરલ થયો છે તે અમને ખબર નથી તેવું પણ આયોજકોએ જણાવ્યું છે. યુનાઈટેડ વે આયોજક કહ્યું કે, અમે કોઇને જવાબ આપવા બંધાયેલા નથી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
