માવઠાનો માર ખાઘેલા ખેડૂતો માટે વધુ એક સમસ્યા, આવતીકાલ 1 નવેમ્બરથી નહીં થઈ શકે ટેકાના ભાવે ખરીદી, ગુજકોમાસોલ-કૃષિ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ
ગત 18મી ઓક્ટોબરના રોજ કૃષિ વિભાગે ટેકાના ભાવે ખરીદી કરવા અંગે જાહેરાત કરી છે. જાહેરાતમાં 1લી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી કરવાની અને ગુજકોમાસોલને ખરીદ એજન્સી બનાવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ ગુજકોમાસોલને ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા અધિકૃત રીતે આ અંગે જાણકારી આપવામાં આવી નથી.
ગુજરાતમાં કૃષિ વિભાગમાં કેવી લાલિયાવાડી ચાલે છે તેનો દિલીપ સંઘાણીએ પર્દાફાશ કર્યો છે. ગુજકોમાસોલના અધ્યક્ષ દિલીપ સંઘાણીએ કહ્યું કે, આવતીકાલથી ટેકાના ભાવે ખરીદી કરવાની ગુજરાતના કૃષિ વિભાગે જાહેરાત કરી દીધી છે. પરંતુ આ ખરીદી ગુજકોમાસોલે કરવાની છે તેવી કોઈ જાણકારી હજુ સુધી અમને ( ગુજકોમાસોલને) આપી નથી.
ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ કૃષિ વિભાગની પોલ ખોલતા જણાવ્યું કે, કૃષિ વિભાગે ટેકેના ભાવે ખરીદી કરવા માટે ગુજકોમાસોલને એજન્સી નીમી તે અંગે ગુજકોમાસોલને જ જાણ કરી નથી. ગત 18મી ઓક્ટોબરના રોજ કૃષિ વિભાગે ટેકાના ભાવે ખરીદી કરવા અંગે જાહેરાત કરી છે. જાહેરાતમાં 1લી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી કરવાની અને ગુજકોમાસોલને ખરીદ એજન્સી બનાવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ ગુજકોમાસોલને ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા અધિકૃત રીતે આ અંગે જાણકારી આપવામાં આવી નથી.
દિલીપ સંઘાણીએ જણાવ્યું કે, મે અમારા અધિકારીને પણ પૂછી જોયું, કે સરકાર કે કૃષિ વિભાગ દ્વારા ગુજકોમાસોલને જાણ કરવામાં આવી છે ત્યારે તેમણે આવી કોઈ જાણ કરી હોવાનો ઈન્કાર કર્યો છે. ગુજરાતમાં ટેકાના ભાવે ખરીદી કરવા માટે અમારી પાસે મોટું નેટવર્ક છે, અમે એક રાતમાં ગુજરાતના હજ્જારો ખેડૂતો પાસેથી ટેકેના ભાવે ખરીદી કરી શકીએ તેમ છીએ. પરંતુ કૃષિ વિભાગે અમને સત્તાવાર રીતે ટેકાના ભાવે ખરીદી કરવાની કોઈ જાણ કરી નથી.
