ગુજરાતના પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે આયોજિત સ્વાભિમાન પર્વ અંતર્ગત શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિએ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. વડાપ્રધાન મોદીએ શૌર્ય યાત્રામાં ભાગ લેતી વખતે પરંપરાગત ડમરૂ વગાડી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પીએમ મોદીએ ડમરૂ વગાડતાની સાથે જ સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ બની ગયું હતું. આ દ્રશ્યો સોમનાથ સ્વાભિમાન પર્વના મુખ્ય આકર્ષણોમાંના એક બન્યા હતા. જે પીએમ મોદીના ગુજરાત પ્રવાસ અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તેમની સક્રિય ભાગીદારી દર્શાવે છે.