રાજકોટ જિલ્લાના ધોરાજી વિસ્તારમાં સતત ભૂકંપના આંચકાઓ અનુભવાતા શાળા સંચાલકો દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. સલામતીના ભાગરૂપે અનેક ખાનગી શાળાઓએ આજે અચાનક રજા જાહેર કરી દીધી છે. શાળાએ પહોંચી ગયેલા વિદ્યાર્થીઓને પણ તાત્કાલિક રીતે ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. શાળા સંચાલકોના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓ અને સ્ટાફની સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને આગામી સૂચનાઓ સ્થાનિક પરિસ્થિતિ અનુસાર આપવામાં આવશે.