થોડા દિવસો પહેલા મુંબઈમાં એક કાર્યક્રમમાં લોકકલાકાર માયાભાઈ આહીરે મુંબઈના યોગેશ સાગરને 'બગદાણા મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી' તરીકે સંબોધ્યા હતા.... આ બાબતે બગદાણાના સેવક અને પૂર્વ સરપંચ નવનીત બાલધિયાએ માયાભાઈનું ધ્યાન દોર્યું હતું કે, બગદાણા ગુરુ આશ્રમમાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી પદ નથી...જે બાદ માયાભાઈએ એક માફી વાળો વીડિયો જાહેર કર્યો હતો..જે બાદ નવનીત બાધલિયા પર 8 જેટલા શખ્સોએ લાકડી, ધોકા વડે હુમલો કર્યો હતો..જેમાં માયાભાઈ આહિરના પુત્રનો હાથ હોવાની ફરિયાદ પણ નોંધાઈ હતી..જે બાદ સમગ્ર ઘટના અંગે રાજકીય ધમસાણ પણ જોવા મળી હતી...જેમાં SITની રચના પણ કરવામા આવી...જેના દ્વારા હાલ તપાસ ચાલું છે