Rajkot Video: કેરી રસિકો આનંદો! બજારમાં રત્નાગિરીની હાફૂસ કેરીનું આગમન,જાણો શું છે ભાવ
રાજકોટના બજારમાં રત્નાગિરીની હાફૂસ કેરીનું આગમન થયુ છે. આ વર્ષે બજારમાં એક મહિના પહેલા જ હાફૂસ કેરીનું આગમન થઈ ગયુ છે. આ વર્ષે કેરીના ડઝનના ભાવ રુપિયા 1200 થી 1500 હોવાનું સામે આવ્યુ છે.
ઉનાળાની શરુઆત પહેલા બજારમાં ફળોના રાજા કેરીનું આગમન થઈ ગયુ છે. રાજકોટના બજારમાં રત્નાગિરીની હાફૂસ કેરીનું આગમન થયુ છે. આ વર્ષે બજારમાં એક મહિના પહેલા જ હાફૂસ કેરીનું આગમન થઈ ગયુ છે. આ વર્ષે કેરીના ડઝનના ભાવ રુપિયા 1200થી 1500 હોવાનું સામે આવ્યુ છે.
ગત વર્ષ કરતા આ વર્ષે કેરીનો ભાવ ઓછો હોવાનો વેપારીઓનો મત છે. 15 એપ્રિલથી બજારમાં કેસર કેરી આવી શકે છે. ટીવીનાઈને વેપારી સાથે ખાસ વાતચીત કરી હતી જેમાં વેપારીએ જણાવ્યુ કે આ વર્ષે કેરીનો પાક સારો થયો છે. તેમજ આ કેરીનો ડઝનનો ભાવ કેરીની સાઈઝ મુજબ નક્કી કરવામાં આવે છે. તેમજ આ વર્ષે કેરીનો ભાવ ઓછો છે.
Latest Videos