Jamnagar Video : પરશોત્તમ રુપાલા સામે વિરોધ વધુ વકર્યો, રાજપૂત સમાજની મહિલાઓએ કલેક્ટરને આપ્યું આવેદન

જામનગરમાં રાજપૂત સમાજની મહિલાઓએ કલેકટરને આવેદનપત્ર આપ્યો છે. મોટી સંખ્યામાં મહિલાઓએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો છે. રુપાલાની ટિકિટ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ટિકિટ રદ નહીં થાય તો ભાજપને મત ન આપવાના શપથ લીધા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2024 | 10:29 AM

પરશોત્તમ રૂપાલાના વિવાદીત નિવેદન મામલે ક્ષત્રિય સમાજ નમતુ જોખવા જરાય તૈયાર નથી. રૂપાલાની ટિકિટ રદ થાય તે સિવાય ક્ષત્રિય સમાજને કંઇ ખપે તેમ નથી. રૂપાલાનો રાજ્યવ્યાપી વિરોધ થઇ રહ્યો છે. જામનગરમાં રાજપૂત સમાજની મહિલાઓએ કલેકટરને આવેદનપત્ર આપ્યો છે. મોટી સંખ્યામાં મહિલાઓએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો છે.

રુપાલાની ટિકિટ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.ટિકિટ રદ નહીં થાય તો ભાજપને મત ન આપવાના શપથ લીધા હતા. ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ આણંદના સોજીત્રામાં અને વડોદરાના ડભોઇમાં આવેદન આપ્યું. તો બનાસકાંઠાના દિયોદર અને અને તાપીના વાલોડમાં પણ મામલતદારને આવેદન આપીને કરાઇ રજૂઆત.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">