અમદાવાદના સારંગપુરમાં પાણીની ટાંકી તોડવા JCB ચઢાવાયું.ટાંકી પર JCB મશીન ચડાવ્યું હોવાનો વીડિયો સામે આવ્યો..વર્ષો જૂની પાણીની ટાંકી તોડી પાડવા JCBનો ઉપયોગ.સોશિયલ મીડિયામાં લોકોએ વીડિયો અંગે રમૂજી કોમેન્ટ કરી. અમદાવાદના સારંગપુરમાં પાણીની ટાંકી તોડવા JCB ચઢાવાયું.ટાંકી પર JCB મશીન ચડાવ્યું હોવાનો વીડિયો સામે આવ્યો. સારંગપુરમાં જૂની ટાંકી તોડવાની કામગીરી હાથ ધરવા માટે પાણીની ટાંકી પર ભારે ભરખમ JCB મશીન મોકલવામાં આવ્યું. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે પાણીની ટાંકી તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી. પણ પાણીની આ ટાંકી પર. JCB કેવી રીતે ચઢ્યું તે અંગે સૌ કોઈના મનમાં સવાલ થઈ રહ્યો છે. અમદાવાદના સારંગપુરના આ દ્રશ્યો છે. જ્યાં જૂની ટાંકી તોડવાની કામગીરી હાથ ધરવા માટે પાણીની ટાંકી પર ભારે ભરખમ JCB મશીન મોકલવામાં આવ્યું. હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સાથે જ લોકો આ વીડિયો જોઈને રમૂજી કોમેન્ટ પણ કરી રહ્યા છે.