ઉત્તરાયણના તહેવારની કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ અમદાવાદમાં ઉજવણી કરી.. સૌ પ્રથમ સવારે અમિત શાહ પરિવાર સાથે અમદાવાદના જગન્નાથ મંદિર પહોંચ્યા.. જ્યાં ભગવાન જગન્નાથજીના દર્શન, પૂજા કરી આશીર્વાદ મેળવ્યા.. આ સાથે ઉત્તરાયણના પર્વ પર અમિત શાહે પરિવાર સાથે મંદિર પરિસરમાં ગૌ પૂજા કરી.. ઉત્તરાયણ પર્વ પર ગૌમાતાની પૂજા અને ઘાસચારાનું દાનનું અનેરૂ મહાત્મ્ય રહેલું છે.. મંદિરમાં દર્શન કર્યા બાદ અમિત શાહ નારણપુર વિસ્તાર પહોંચ્યા.. જ્યાં તેમણે પરિવાર અને ભાજપ કાર્યકરો સાથે પતંગ ચગાવી ઉત્તરાયણનો તહેવાર ઉજવ્યો.. હંમેશાની જેમ અમિત શાહ પતંગ ચગાવતા અને અમદાવાદના આકાશમાં અન્ય પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યાં.. અમિત શાહે સામાન્ય માણસની જેમ મનમૂકીને પતંગ ઉડાવી.. અને પરિવાર તેમજ લોકો સાથે તહેવારને માણ્યો.. ઉત્તરાયણના તહેવાર પર લોકો નાચગાનની સાથે ખાણીપીણીની પણ મોજ માણતા હોય છે.. તો અમિત શાહ પણ ન માત્ર પતંગ ચગાવ્યા.. પરંતુ, બોર અને ચિક્કીની લિજ્જત માણી.. સાથે જામફળ ખાતા પણ જોવા મળ્યા.. આ તકે અમિત શાહના ધર્મપત્ની અને તેમના પુત્ર જય શાહ પણ હાજર રહ્યા.. અમદાવાદ શહેરના સાંસદ અને ધારાસભ્યો, કાર્યકરો તેમજ લોકો સાથે અમિત શાહે ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરી..