Rajkot: વીરપુરમાં મતદાર અને પોલીસ વચ્ચે મારામારી થઈ, પોલીસ જવાનને મતદાન મથકેથી હટાવાયો

Gram panchayat election: વીરપુરમાં મતદાર સાથે મારામારી મુદ્દે જિલ્લા પોલીસ વડાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે પોલીસ કર્મીએ મતદાતા સાથે અમાનવીય વ્યવહાર કરવો જોઈતો ન હતો. હવે બંને પક્ષને સાંભળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 19, 2021 | 4:25 PM

ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી (Gram panchayat election) માટે મતદાન (Voting) પ્રક્રિયા હાથ ધરાઈ છે. રાજકોટ (Rajkot) જિલ્લામાં પણ મતદાન મથકો પર મતદારો (Voters)નો ઉત્સાહ જોવા મળ્યો, મતદાન મથકોએ લોકોની ભીડ ઉમટી હતી. જો કે આ વચ્ચે વીરપુર (Virpur)માં મતદાન મથકે મતદાર અને પોલીસ કર્મી વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. જેને લઈને જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. પોલીસ વડાએ જણાવ્યુ હતુ કે બંને પક્ષને સાંભળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

 

શું ઘટના બની હતી?

રાજકોટ જિલ્લાના વીરપુરમાં મતદાન કરવા આવેલો એક મતદાર અંદર મોબાઈલ સાથે લઈ જવા માગતો હતો. પરંતુ પોલીસે તેને મતદાન મથક બહાર જ રોક્યો હતો. બાદમાં મતદાર અને પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે આ વાતને લઈને ઝપાઝપી થઈ હતી. ગ્રામ પંચાયતની ચૂંટણી વચ્ચે આ બાબલ થતાં જિલ્લા પોલીસ વડા બલરામ મીણા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મતદારને માર મારનાર કોન્સ્ટેબલને અન્ય જગ્યાએ ફરજ પર મૂક્યો હતો.

 

જિલ્લા પોલીસ વડાની પ્રતિક્રિયા

વીરપુરમાં મતદાર સાથે મારામારી મુદ્દે જિલ્લા પોલીસ વડાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે પોલીસ કર્મીએ મતદાતા સાથે અમાનવીય વ્યવહાર કરવો જોઈતો ન હતો. હવે બંને પક્ષને સાંભળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.

 

બીજી તરફ વીરપુરમાં મતદારની સાથે પોલીસની ઝપાઝપીની ઘટના બાદ મતદારની અટકાયત કરવામાં આવી હતી. મતદારને પોલીસ સ્ટેશન લઈ જઈને પણ ઢોર માર મારવામાં આવ્યો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.

 

 

આ પણ  વાંચો : અમદાવાદ કોર્પોરેશનની બીયુ પરમિશન વગર ચાલતા એકમો વિરુદ્ધ તવાઈ યથાવત

 

આ પણ વાંચો : અમદાવાદમાં ઓમિક્રોનની એન્ટ્રી! લંડનથી દુબઇનો પ્રવાસ કરીને આવેલા આણંદના વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">