અમદાવાદમાં ઓમિક્રોનની એન્ટ્રી! લંડનથી દુબઇનો પ્રવાસ કરીને આવેલા આણંદના વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ

અમદાવાદમાં ઓમિક્રોન! દુબઈથી પરત ફરનાર પ્રવાસીનો કોરોનાના નવા વેરિએન્ટ માટે ટેસ્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 19, 2021 | 1:47 PM

Omicron in Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોન વોર્ડમાં એક દર્દી સારવાર હેઠળ છે. મૂળ આણંદના 48 વર્ષિય ઓમિક્રોન પોઝિટિવ દર્દીને સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવેલ ઓમિક્રોન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ દર્દી સંપૂર્ણ સ્વસ્થ છે. મહત્વનુ છે કે દર્દી લંડનથી દુબઇનો પ્રવાસ કરીને અમદાવાદ આવ્યા હતા. જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમની સારવાર અમદાવાદ સિવિલ ખાતે જ કરવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે રાજ્યમાં કોરોના નવા ઓમિક્રોનનો ખતરો ઝડપથી ફેલાઈ રહ્યો છે. ગઈકાલે રાજ્યમાં ઓમિક્રોનના વધુ ત્રણ નવા કેસ નોંધાયા છે. વિદેશથી પરત આવેલા ત્રણ લોકો ઓમિક્રોનથી સંક્રમિત મળ્યા છે.બ્રિટનથી આવેલ બે પુરૂષો અને યુએઈથી આવેલા મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે ગુજરાતમાં ઓમિક્રોન કેસની સંખ્યા વધી 10 પર પહોંચી છે. ઓમિક્રોનના નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

રાજ્યમાં નોંધાયેલા 3 નવા કેસ ગાંધીનગર કોર્પોરેશન, સુરત મહાનગરપાલિકા અને આણંદ શહેરી વિસ્તારની હદમાં નોંધાયા છે. રાજ્યમાં આ 3 નવા કેસ સાથે ઓમિક્રોન કેસની સંખ્યાનો આંકડો 10 પર પહોંચ્યો છે. ગઈકાલે 17 ડિસેમ્બરે વડોદરામાં 2 કેસ નોંધાયા હતા. જ્યારે જામનગરમાં 3 દર્દી સાજા થયાં હતાં.

 

આ પણ વાંચો: ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બપોરે સુધીમાં સરેરાશ 22 ટકા જેટલું મતદાન

આ પણ વાંચો: Chhota Udepur : જામલી ગામે વિધાનસભા વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ મતદાન કર્યું

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">