AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ કોર્પોરેશનની બીયુ પરમિશન વગર ચાલતા એકમો વિરુદ્ધ તવાઈ યથાવત

એએમસી ના એસ્ટેટ વિભાગે 57919 ચોરસ ફૂટ જગ્યા પર બાંધકામ તોડ્યું. જ્યારે બીયું પરમિશન નહિ ધરાવતા 350 કોમર્શિયલ અને 328 રહેણાંક યુનિટ સીલ કર્યા.

અમદાવાદ કોર્પોરેશનની બીયુ પરમિશન વગર ચાલતા એકમો વિરુદ્ધ તવાઈ યથાવત
AMC Action Against Non BU Permision Building
Darshal Raval
| Edited By: | Updated on: Dec 19, 2021 | 2:46 PM
Share

અમદાવાદ(Ahmedabad)  મ્યુનિસપિલ કોર્પોરેશને હાઇકોર્ટના(Highcourt)  આદેશ બાદ હવે શહેરના અનેક વિસ્તારોમાં બીયુ પરમિશન(BU Permission)  વિનાના કોમર્શિયલ અને રહેણાંક એકમોને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં શનિવારે પણ દુકાનો અને મકાનો સહિત કેટલાક એકમો એએમસી એ સીલ કર્યા.

જોકે આ તવાઈના કારણે કેટલાક વેપારીઓનો ધંધો બંધ થઈ ગયો તો કેટલાક વેપારીઓ પ્રક્રિયા કઈ રીતે કરવી તેની અવઢવમાં મુકાયા છે. જેને જોતા વેપારીઓ અને કોર્પોરેશન અને સરકાર પાસે યોગ્ય ગાઈડ લાઈન અથવા વૈકલ્પિક વ્યવસ્થાની માંગ સાથે સહકાર આપ્યો છે.

મહત્વનું છે કે હાઇકોર્ટના આદેશના પગલે એમસીએ કાર્યવાહી શરૂ કરી હતી. જે હજુ પણ યથાવત છે. જેમાં શનિવારે એએમસીએ શહેરમાં 8 વિસ્તારમાં 119 દુકાનો અને 105 મકાનો સીલ કર્યા છે. જેમાં સૌથી વધુ ઘાટલોડિયામાં સમર્પણ ટાવરમાં કોમર્શિયલ એકમો સીલ કર્યા.

જે સિલિંગની કામગીરીને લઈને ઘાટલોડિયા સમર્પણ ટાવરના વેપારીઓએ કામગીરીમાં સહકાર દર્શાવી વેપાર ધંધા બંધ ન થાય અને કોઈ યોગ્ય ગાઈડ લાઈનની સમજ પુરી પડાય.

તેમજથોડા સમય છૂટછાટ આપવામાં આવે તેવી માંગ કરી. તેની સાથે જ ટાવર જૂનો હોવાથી તે સમયે બીયુ પરમિશન લેવાની નહિ હોવાથી ન લેવાઇ હોવાનું જણાવી તેને બીયુ પરમિશનમાં આવરી લેવામાં આવે તેવી પણ વેપારીઓએ માંગ કરી.એટલું જ નહીં પણ અત્યાર સુધી એએમસી ના એસ્ટેટ વિભાગે 57919 ચોરસ ફૂટ જગ્યા પર બાંધકામ તોડ્યું. જ્યારે બીયું પરમિશન નહિ ધરાવતા 350 કોમર્શિયલ અને 328 રહેણાંક યુનિટ સીલ કર્યા.

ક્યાં કેટલા એકમ સીલ કરાયા…

ક્લાસિક હાઇલેન્ડ. મકરબા. 26 રહેણાંક યુનિટ વૃંદાવન સ્કાયલેન્ડ. વસ્ત્રાલ. 14 કોમર્શિયલ યુનિટ માનસરોવર. વસ્ત્રાલ. 11 કોમર્શિયલ યુનિટ ધર્મગ્યા હાઉસ. ઉસમાનપુરા. 1 કોમર્શિયલ યુનિટ આરોના રેસિડેન્સી. નવરંગપુરા. 7 કોમર્શિયલ યુનિટ પદ્માવતી ફ્લેટ. આંબાવાડી. 1 કોમર્શિયલ યુનિટ અલમહમદી પાસે. બહેરામપુરા. 20 કોમર્શિયલ યુનિટ સમર્પણ ટાવર. ઘાટલોડિયા. 65 કોમર્શિયલ યુનિટ સ્તવન પરિશ્રય. ગોતા. 79 રહેણાંક યુનિટ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">