આજનું હવામાન : ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ચોમાસાએ ગુજરાતમાં હવે જમાવટ કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના શહેરોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ અનેક વિસ્તારમાં મેઘરાજાની મહેર ઉતરી શકે છે.
સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેની આગાહી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના શહેરમાં છુટા છવાયા વરસાદની આગાહી છે. ખેડા, અમદાવાદ, આણંદ, દાહોદ મહીસાગર વડોદરામાં સામાન્ય વરસાદની આગાહી છે. બીજી તરફ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલીમાં પડી શકે છુટોછવાયો વરસાદ વરસી શકે છે. તેમજ બે દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે.
રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સુરેન્દ્રનગર, બોટાદ સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. રાજકોટ, મહીસાગર, ખેડા, કચ્છ સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. નવસારી, તાપી, સુરત સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. ગીર સોમનાથ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.