Rain News : સુરતના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો, વરસાદી માહોલ જામતા સ્થાનિકોને ગરમીથી મળી રાહત, જુઓ Video
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો હતો. ત્યારે આજે વહેલી સવારથી સુરત શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. સુરતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો.
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો હતો. ત્યારે આજે વહેલી સવારથી સુરત શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. સુરતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. શહેરના ડભોલી, સિંગણપોર, જહાંગીરપુરા, કતારગામ, અમરોલી,અડાજણ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા સ્થાનિકોને ગરમીથી રાહત મળી હતી.
અમદાવાદમાં હળવા વરસાદની આગાહી
ચોમાસાની વિદાય વચ્ચે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ રાજ્યમાં 30-40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસવાની પણ એંધાણ વ્યક્ત કર્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં હળવા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે ભારે વરસાદની કરી આગાહી
બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવરાત્રિની શરુઆતમાં હવામાનમાં પલટો આવી શકે છે. આગામી 25 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video