Rain News : છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ વ્યારામાં વરસાદ નોંધાયો, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના 191 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વરસાદ તાપીના વ્યારામાં 3.82 ઈંચ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના 191 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વરસાદ તાપીના વ્યારામાં 3.82 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે જામનગરના કાલાવાડમાં 3.2 ઈંચ વરસાદ નોંધાયો છે. પંચમહાલના કલોલમાં 3.11, પોરબંદરના રાણાવાવમાં 3.07 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 16 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
191 તાલુકામાં નોંધપાત્ર વરસાદ
જૂન મહિનામાં ગુજરાતમાં સરેરાશથી 115 ટકા વધુ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્યથી 105 ટકા વધુ વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ સાબરકાંઠામાં 269 ટકા વધુ વરસાદ નોંધાયો છે. આણંદમાં સરેરાશથી 218 ટકા અને પંચમહાલમાં 193 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે છોટાઉદેપુરમાં 182 ટકા અને નર્મદા-અરવલ્લીમાં 168 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં સરેરાશ કરતાં 115 ટકા વધુ વરસાદ ખાબક્યો
તો જૂન મહિનામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. ત્યારે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વર્ષે જૂન મહિનમાં ગુજરાતમાં સરેરાશ કરતાં 115 ટકા વધુ વરસાદ ખાબક્યો છે. સામાન્ય રીતે જૂન મહિનામાં ગુજરાતમાં સરેરાશ 4.3 ઈંચ વરસાદ વરસતો હોય છે. જેની સામે જૂન 2025માં 9.3 ઈંચ વરસાદ ખાબક્યો છે. જે સમગ્ર ભારતમાં બીજા સ્થાને નોંધાયેલ સૌથી વધુ વરસાદ છે. નોંધાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્યથી 105 ટકા વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે બાકીના ગુજરાતમાં સરેરાશથી 124 ટકા વધુ વરસાદ વરસ્યો છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજીનામાના ડ્રામા વચ્ચે કાંતિ અમૃતિયાનો ઓડિયો થયો વાયરલ, જુઓ Video

તંત્રએ રેસ્ક્યૂ વાહન ખસેડ્યા વીના ગંભીરા બ્રિજ પર દિવાલ ચણી લીધી !

અમૃતિયા-ઈટાલિયાના વિવાદને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા-Video

કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?
