Brain stroke બાદ કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયત સ્થિર, ગાવ ચલો અભિયાન દરમ્યાન આવ્યો હતો બ્રેઈન સ્ટ્રોક
કૃષિમંત્રી રાઘવજી પટેલને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા હતા જોકે હાલમાં તેમની તબિયત સ્થિર હોવાનું માલૂમ પડી રહ્યું છે. રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાની વિગત સામે આવી હતી. બ્રેઈન સ્ટ્રોક આવતા સીનર્જી હોસ્પિટલમાં સઘન સારવાર શરૂ કર્યા બાદ હાલમાં તેમની તબિયત સ્થિર હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું.
કૃષિ પ્રધાન રાઘવજી પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યા બાદ તેમણે તાત્કાલિક સર્વર મળી રહેતા હાલમાં તેમની તબિયત સ્થિર હોવાનુ સે આવી રહ્યું છે. બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર હેઠળ તેમણે ખસેડાયા હતા. રાઘવજી પટેલને 2થી 3 દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવા પડશે તેવું પણ ડોક્ટરે જણાવ્યું હતું. બેથી ત્રણ અઠવાડિયા આરામ કરવો પડશે તેવું પણ જણાવ્યું હતું.
ગત રાતથી તબિયત વધુ નથી બગડી તે પણ એક સારો સંકેત માનવામાં આવી રહ્યો છે. ગાવ ચલો અભિયાન દરમ્યાન બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. જામનગર જિલ્લાના બેરાજા ગામે ગત રાતે બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો.
બ્રેઇન સ્ટ્રોક એટલે શું ?
બ્રેઈન સ્ટ્રોક એટલે જ્યારે મગજમાં બ્લડ સર્ક્યુલેશન સરખુ ના થાય ત્યારે મસ્તિષ્કની કોશિકાઓ મરવા લાગે છે. જેના પગલે થતી સમસ્યાને બ્રેન સ્ટ્રોક કહેવાય છે.આમાં મસ્તિષ્કની લોહી પહોંચાડતી નળીઓ ફાટી જાય છે.જેને બ્રેન હેમ્રેજ કહેવામાં આવે છે. આને બ્રેન એટેક પણ કહી શકાય છે.