તેલંગાણામાં NFSU ની સ્થાપના માટે પ્રો ડીસ્કવરની ટીમ પહોંચી ગાંધીનગર, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની લીધી મુલાકાત
તેલંગાણામાં એનએફએસયું ની સ્થાપના માટે પ્રો ડીસ્કવરની ટીમે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ની મુલાકાત લીધી જેમાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર પદ્મશ્રી જે એમ વ્યાસ સાથે પ્રો ડિસ્કવર ની ટીમે મુલાકાત કરી.
સતત વધતી ગુનાખોરી અને તેમાં ઝડપી તપાસમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી નો મહત્વનો રોલ છે ત્યારે અનેક રાજ્યો બાદ તેલંગાણામાં એનએફએસયું ની સ્થાપના માટે પ્રો ડીસ્કવરની ટીમે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ની મુલાકાત લીધી જેમાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર પદ્મશ્રી જે એમ વ્યાસ સાથે પ્રો ડિસ્કવર ની ટીમે મુલાકાત કરી અને તેલંગાણામાં કેમ્પસ સ્થાપવા માટે આમંત્રણ આપ્યું મહત્વનું છે કે આ પગલાથી તેલંગાણામાં અનેક લોકોને તેનો લાભ થશે સાથે સાથે નવી રોજગારીનું સર્જન પણ થઈ શકશે.
મહત્વનું છે કે TV9 ના ડિરેક્ટર જુપ્પાલી જગપતિ રાઓ અને પ્રોડિસ્કવર સીઇઓ નૃપુલ રાઓ દ્વારા હૈદરાબાદમાં સેન્ટર ઓફ એક્સિલન્સ ની સ્થાપના તથા સાયબર સિક્યુરિટી અને ડિજિટલ ફોરેન્સમાં આવતા ચેલેન્જીસ ને દૂર કરવા માટે NFSU નું સ્થાપના કરવા માટે કહેવાયું. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી આ વાતને ખૂબ જ સકારાત્મક તથા લેવામાં આવ્યું અને તેમણે પણ આ દિશામાં અને સમયની જરૂરિયાત મુજબ કામ કરવા માટે આશ્વાસન આપ્યું.
આ દરમ્યાન બંને મહાનુભાવો દ્વારા યુનિવર્સિટી કેમ્પસની મુલાકાત કરવામાં આવી અને તમામ રિસર્ચ ફેસીલીટીસ નું મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું જેમાં તેમના દ્વારા નોંધવામાં આવ્યું કે સાયબર સિક્યુરિટી અટેક અને તેમાં સુધારાઓની અત્યારે ખૂબ જરૂર છે આ ઉપરાંત ત્રણ નવા કાનૂન મુજબ ટ્રેનિંગ અને કેપેસિટી બિલ્ડીંગ ની પણ ખૂબ આવશ્યકતા છે. પ્રો ડિસ્કવર પાસે છેલ્લા ૨૩ વર્ષથી ફોરેન્સિક સેક્ટરમાં કામનો બહોળો અનુભવ છે જે સતત આ વાતને આગળ લઈ જવા માટે કામ લાગશે.