PGP24 : શાહરુખ ખાને ટેક્સ મેસેજ કરી આનંદ પંડિતને એવું તો શું કહ્યું હતુ, પ્રવાસી ગુજરાતી પર્વમાં થયો ખુલાશો

ભારતીય ફિલ્મ નિર્માતા, અને રિયલ એસ્ટેટ ડેવલપર આનંદ પંડિત આજે ટીવી9 ગુજરાતીના પ્રવાસી ગુજરાતી કાર્યક્રમમાં ઉપસ્થિ રહ્યા હતા. આનંદ પંડિત જી મોશન પિક્ચર્સની માલિકી ધરાવે છે એક ભારતીય ફિલ્મ એક ફિલ્મ સ્ટુડિયો છે જે ટોટલ ધમાલ, મિસિંગ , સરકાર 3 અને ગ્રેટ ગ્રાન્ડ મસ્તી જેવી બોલિવૂડ ફિલ્મો બનાવી છે.

| Updated on: Feb 10, 2024 | 7:50 PM

તાજેતરમાં, આનંદ પંડિતે એક ગુજરાતી ફિલ્મ ફકત મહિલા માટે (2022) તેમજ ત્રણ એક્કા જેવી (2023) જેવી ફિલ્મો બનાવી છે. પ્રવાસી ગુજરાતી પર્વમાં આનંદ પડીતે જણાવ્યું જે ગુજરાતી તરીકે બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં ટકી રહેવું મારા માટે ગર્વની વાત છે. બોલિવુડની સાથે હવે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં મારી ઈન્ડસ્ટ્રીની 8 કંપની છે. તેમણે કહયું કે, કોવીડ પછી ઘણું બધુ બદલાયુ છે. તેમ છત્તા અમે ઈન્ડસ્ટ્રીમાં ગ્રોથ કર્યો છે. પોતાના કામ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, હાલ અમે 5 ફિલ્મો બનાવી રહ્યા છે. અમદાવાદથી મુંબઈ ગયો ત્યારે સપનુ હતુ કે એક વાર બચ્ચન સાહેબને જોઈ શકુ પણ પછી નસીબ જોર કરી ગયુ કે બચ્ચન સાહેબ આજે અમારા પાર્ટનર છે.

વધુમાં તેમણે કહ્યું કે, ખાસ કરીને અમદાવાદનું પાણી ઘણું કામમાં આવી રહ્યું છે. બસ એક જુનુનને મને આગળ વધાર્યો તેમ આનંદ પંડીતે જણાયું હતું. આર્થિક સ્થિતિની વાત કરતાં તેમણે કહ્યું કે, ખીસ્સામાં ગાંધી નહીં હોય તો ચાલશે પણ દિમાગમાં આંધી હોવી જ જરુરી છે. ગુજરાતી ફિલ્મો ખુબ સુંદર હોય છે. વસ ફિલ્મની હિન્દીમાં ડબ થવા જઈ રહી છે જેના એક્ટર અજય દેવગણ છે. છેલ્લો દિવસ પહેલાની ફિલ્મો અને છેલ્લો દિવસ પછીની ફિલ્મોમાં આજે ઘણો એવો ફર્ક આવ્યો પણ ગુજરાતી ફિલ્મોને આજે ઘણી પ્રસિદ્ધી મળી રહી છે તે પણ તેમણે જણાવ્યું હતું. અને સૌથી મહત્વની વાત એ કહેવાય કે, શાહરુખ ખાન પણ ગુજરાતમાં પોતાની ફિલ્મના પ્રમોશન માટે ગુજરાતના સ્ટાર શોધે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">