બાંગ્લાદેશી ઘૂસણખોર સામે ગુજરાત પોલીસની લાલ આંખ, જુઓ Video
ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે પોલીસની સર્જિકલ સ્ટ્રાઈક યથાવત, તમામ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે પોલીસની સર્જિકલ સ્ટ્રાઈક યથાવત છે. સુરતમાં અટકાયત કરાયેલા 136 બાંગ્લાદેશીમાંથી 85 બાંગ્લાદેશી ગેરકાયદેસર વસવાટ કરતા હોવાનું સામે આવ્યું છે. આ સિવાય 10થી 15 હજાર ચૂકવી એજન્ટ મારફતે ભારતમાં ઘુસણખોરી કરી હોવાનું સામે આવ્યું છે. આ તમામ ઘૂસણખોરો પાસેથી બોગસ આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડ જપ્ત કરી દેવામાં આવ્યા છે.
વડોદરામાં પણ સતત ત્રીજા દિવસે બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે તપાસ ચાલી રહી છે. જણાવી દઈએ કે, નવાયાર્ડ વિસ્તારમાં 250થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પૂછપરછ હાથ ધરાઈ છે. સુરતમાં પણ ક્રાઈમ બ્રાન્ચના 3 PIની ટીમ બનાવવામાં આવૈ છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. બીજી બાજુ અમદાવાદમાં બાંગ્લાદેશીના અડ્ડા સમાન ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર વીજ ક્નેક્શન કાપવામાં આવ્યા છે.
ચંડોળામાં 143 બાંગ્લાદેશીઓ છે તેવા સમાચાર બહાર આવ્યા છે. જો કે, આ તમામને ડિપોર્ટ કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં છે. તદુપરાંત મોરબીમાંથી 10 બાંગ્લાદેશીની અટકાયત કરવામાં આવી છે અને ભરૂચમાંથી 29 બાંગ્લાદેશી ઘુસણખોરોની અટકાયત કરવામાં આવી છે.

