Mehsana : વડાપ્રધાન મોદી સહિત અનેક મહાનુભાવો તરભ વાળીનાથ ધામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપશે હાજરી
અહીં મોટી સંખ્યામાં આવનારા ભક્તોને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. જ્યાં હજારો સ્વયં સેવકો સેવા બજાવશે. પોલીસકર્મીઓ સુરક્ષા ન લઈને સતર્ક રહેશે. મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો પણ ઉપસ્થિત રહેશે.
મહેસાણાના તરભ વાળીનાથ ધામ ખાતે 22 ફેબ્રુઆરીએ ભવ્યાતિભવ્ય મહોત્સવ યોજાવાનો છે. આ મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહેવાના છે.
3 લાખ લોકો આ ઉત્સવમાં દર્શનનો લાભ લે તેવી શક્યતા
વાળીનાથ મહાદેવ મંદિરના મહંત જયરામગીરી બાપુએ માહિતી આપી કે, દેશના અનેક મહાનુભાવ 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. 16થી 22 ફેબ્રુઆરી વચ્ચે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દૈનિક 3 લાખ લોકો આ ઉત્સવમાં દર્શનનો લાભ લેશે. તો 22 તારીકે પ્રાણ પ્રતિષ્ઠામાં 5 લાખથી વધુ ભક્તો ઉમટે તેવી શક્યતાઓ છે.
મોટી સંખ્યામાં આવનારા ભક્તોને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. જ્યાં હજારો સ્વયં સેવકો સેવા બજાવશે. પોલીસકર્મીઓ સુરક્ષા ન લઈને સતર્ક રહેશે. મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો પણ ઉપસ્થિત રહેશે. 16 ફેબ્રુઆરી થી 22 ફેબ્રુઆરી દરમ્યાન રોજ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 1100 કુંડીનો અતીરુદ્ર મહાયજ્ઞ યોજાશે.
શું છે તરભ વાળીનાથ મહાદેવનો ઇતિહાસ ?
આપને કહી દઇએ કે મહેસાણાના તરભ વાળીનાથ મહાદેવનો અનેરો ઇતિહાસ રહેલો છે. ભારતમાં આ એક માત્ર એવું મંદિર છે કે જ્યાં દેવાધી દેવ મહાદેવ મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે અને આ મૂર્તિ પણ સ્વયંભૂ પ્રગટ થયેલી હોવાની માન્યતા છે. આ સ્થાનકને રબારી સમાજની ગુરુગાદી માનવામાં આવે છે. આ સ્થાનક સાથે તમામ વર્ગ અને સમાજના લોકોનું અસ્થાનું કેન્દ્ર રહેલું છે. 900 વર્ષ અગાઉ અહીં ભગવાન વાળીનાથ મહાદેવની પ્રતિમા વિરમગિરિ બાપુએ સ્વપ્ન મુજબ જમીનમાંથી ખોદીને કાઢી હતી. જેની ધામધૂમથી સ્થાપના બાદ આજે પણ અહી આ પ્રતિમાની પૂજા અર્ચના થાય છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો