Surat ના ડભોલીથી ગેરકાયદે બાયો ડીઝલનો જથ્થો ઝડપાયો

ગુજરાતમાં સુરતના ડભોલીમાંથી પ્રતિબંધિત બાયો ડિઝલનો જથ્થો પકડવામાં આવ્યો છે. જેમાં આશરે 16 હજાર લીટરનો બાયો ડી ઝલનો ગેરકાયદે જથ્થો પકડાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 6:59 PM

ગુજરાતમાં(Gujarat)  સુરતના (Surat) ડભોલીમાંથી પ્રતિબંધિત બાયો ડિઝલનો(Bio Diseal)  જથ્થો પકડવામાં આવ્યો છે. જેમાં આશરે 16 હજાર લીટરનો બાયો ડિઝલનો ગેર કાયદે જથ્થો પકડાયો છે. ડભોલીમાં બાયો ડિઝલનું ખુલ્લેઆમ વેચાણ થતું હતું. બાયો ડિઝલના જથ્થા સાથે ટ્રક પણ જપ્ત કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પૂર્વે કચ્છમાં ઘણા લાંબા સમયથી બાયોડીઝલનું ગેરકાયદેસર વહેંચાણ ચાલતુ હોવાની ફરીયાદ ઉઠી રહી છે. પોલીસ અને અન્ય સંલગ્ન એજન્સીઓએ આ મામલે કાર્યવાહી છતા કચ્છના કેટલાક વિસ્તારોમાં હજુ પણ બાયોડીઝલનુ ધૂમ વેચાણ થતુ હોવાની ફરીયાદ ઉઠી હતી. જેના પગલે પૂર્વ કચ્છ LCBએ ગાંધીધામના એક ખાનગી પાર્ટી પ્લોટમાંથી ગેરકાયેદસર બાયોડીઝલનુ કૌભાંડ ઝડપી પાડ્યુ હતું.

બાયોડીઝલના તાર સુરતથી કચ્છ સુધી

કચ્છમાં છેલ્લા બે વર્ષમાં ગેરકાયદેસર બાયોડીઝલ હેરફેર અને વેચાણના અનેક ગુનાઓ ઝડપાયા છે. આમ છતા આ પ્રવૃતિ સંપૂર્ણ અટકી નથી. તાજેતરમાં જ સુરતમાંથી ઝડપાયેલ એક બાયોડીઝલ કારસ્તાનમા કચ્છના ભાજપના રાજકીય નેતાના પુત્ર તથા તેના ધંધાકીય ભાગીદારોને પોલીસે સમન્સ પાઠવી તપાસ માટે પણ બોલાવ્યા હતા. તો DRIએ કચ્છમાંથી ઝડપાયેલા બાયોડીઝલના એક કેસમાં કોગ્રેસના એક રાજકીય નેતાના પુત્રનુ નામ સામે આવ્યુ હતુ.

જો કે તેમની કેવા પ્રકારની સંડોવણી આ કિસ્સામાં હતી તે હજી સ્પષ્ટ થયુ નથી. જો કે ખેતી પછી મુખ્ય એવા કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ડીઝલના વધતા ભાવો વચ્ચે માગ વધતા પોલિસની કડક કાર્યવાહી પછી પણ આ પ્રવૃતિ અટકાવી શકી નથી. ત્યારે તેની ઉંડાણ પુર્વક તપાસ સાથે તેમાં સામેલ મોટા માથાઓ કોણ છે તેની પણ તપાસ થાય તે જરૂરી છે. નહી તો આવી પ્રવૃતિ અટકશે નહી.

આ પણ  વાંચો : Rajkot: લેટર બોમ્બના ત્રણ દિવસ બાદ સીપી મનોજ અગ્રવાલ મીડિયા સમક્ષ આવ્યા, કહ્યું આક્ષેપો અંગે તપાસ ચાલુ છે

આ પણ  વાંચો : Surat: પાંડેસરામાં કચરાના ઢગલામાંથી નવજાત બાળક મળી આવ્યું, સારવાર મળે તે પહેલાં જ મોત

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">