Surat: પાંડેસરામાં કચરાના ઢગલામાંથી નવજાત બાળક મળી આવ્યું, સારવાર મળે તે પહેલાં જ મોત
સ્થાનિક લોકોને કચરાના ઢગલામાં નવજાત બાળક ધ્યાને આવતા 100 નંબર પર કોલ કરતા તાત્કાલિક પોલીસ દોડતી આવી હતી અને 108 ને પણ જાણ કરવામાં આવી હતી, જોકે સારવાર મળે તે પહેલાં જ આ બાળકનું મોત થઈ ચૂક્યું હતું
સુરત (Surat) ના પાંડેસરા સ્થિત કૈલાશ નગર પાસે કચરાના ઢગલામાંથી મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ મામલે તપાસ શરુ કરી છે સુરતના ભેસ્તાન અને પાંડેસરા વિસ્તારમાં નવજાત બાળક (Newborn baby) મળી આવના કિસ્સા સતત વધી રહ્યા છે તે ચિંતાજનક છે.
કેટલાય દંપતી સંતાન માટે અનેક પ્રાર્થના કરતા બાધા રાખતા હોય કે એક આશા રાખતા હોય છે. પરંતુ બીજી બાજુ કેટલાક લોકો એવા પણ છે જે માસુમ નવજાતને તરછોડી દેતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે.સુરતમાં આવી તરછોડવાની ઘટના પહેલી નહિ હોય પણ અવાર નવાર સામે આવતી જ હોય છે જેમાં એક નવજાત બાળકને કચરાના ઢગલામાં છોડી દેતા તેનું મોત થયું છે.
જ્યારે સ્થાનિક લોકોને ધ્યાને આવતા 100 નંબર પર કોલ કરતા તાત્કાલિક પોલીસ (Police) દોડતી આવી હતી અને 108 ને પણ જાણ કરવામાં આવી હતી. જોકે સારવાર (treatment) મળે તે પહેલાં જ આ બાળકનું મોત થઈ ચૂક્યું હતું. સુરતના પાંડેસરા સ્થિત કૈલાશ નગર પાસે આવેલા ખુલ્લા મેદાનમાં કચરાના ઢગલામાંથી મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
બનાવને પગલે લોકોનું ટોળું ત્યાં એકઠું થઇ ગયું હતું. સ્થાનિકોએ આ બનાવની જાણ પોલીસને કરી હતી જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઉપરાંત લોકોએ 108ની ટીમને પણ ઘટના સ્થળે બોલાવી લીધી હતી. 108ની ટીમે તપાસ કરતા નવજાત શિશુ મૃત હાલતમાં હતું. આ બનાવને લઈને પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. તેમજ નવજાત શિશુને ત્યજી દેનાર સામે લોકોએ ફિટકાર વરસાવી હતી.
હાલમાં આ બાબતે ગંભીરતાથી લઈ પાંડેસરા પોલીસે ગુનો નોંધીતપાસ શરૂ કરી છે કોઈ કારણ હશે જેને લઈ આ બાળકને તરછોડવામાં આવ્યું હોય શકે પણ ગુનો ઉકેલાય ત્યાર બાદ સાચી હકીકત જાણી શકાય.પણ આવા લોકો સામે કડક કાયરવાહી કરવી જરૂરું છે કારણ કે ક્યારે ક પોતાનું પાપ છુપાવવા માટે આવું કૃત્ય કરતા હોવાના કિસસ્સો અગાઉ સામે આવી ચુક્યા છે.
આ પણ વાંચોઃ લેટર બોમ્બનો પડઘોઃ રાજકોટ પોલીસ બેડામાં પણ મોટા પાયે ફેરફારના ભણકારા! જાણો શું થઈ શકે છે ફેરફાર
આ પણ વાંચોઃ Ahmedabad serial blast case Judgement: અમદાવાદ બ્લાસ્ટ કેસમાં 49 દોષિત જાહેર, દોષિતોને કાલે સજા સંભળાવાશે