AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: લેટર બોમ્બના ત્રણ દિવસ બાદ સીપી મનોજ અગ્રવાલ મીડિયા સમક્ષ આવ્યા, કહ્યું આક્ષેપો અંગે તપાસ ચાલુ છે

મનોજ અગ્રવાલે કહ્યું હતું કે મારા પર જે આક્ષેપો થયા છે તેની ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી છે જેથી કંઇ બોલી શકાશે નહિ પરંતુ તપાસ ટીમને અમે તમામ માહિતી આપી છે, આ અંગે જે પણ કસૂરવાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે

Rajkot: લેટર બોમ્બના ત્રણ દિવસ બાદ સીપી મનોજ અગ્રવાલ મીડિયા સમક્ષ આવ્યા, કહ્યું આક્ષેપો અંગે તપાસ ચાલુ છે
લેટર બોમ્બના ત્રણ દિવસ બાદ સીપી મનોજ અગ્રવાલ મીડિયા સમક્ષ આવ્યા
Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 08, 2022 | 6:07 PM
Share

રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્રારા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ (Police Commissioner Manoj Agarwal) સામે કમિશનના આક્ષેપો કર્યાના ત્રણ દિવસ બાદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ મિડીયા (Media) સામે આવ્યા હતા.પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મિડીયા સામે પોતાના પર થયેલા આક્ષેપો (Allegations) ની વાતને સ્વીકારી હતી.

મનોજ અગ્રવાલે કહ્યું હતું કે મારા પર જે આક્ષેપો થયા છે તેની ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી છે જેથી કંઇ બોલી શકાશે નહિ પરંતુ તપાસ ટીમને અમે તમામ માહિતી આપી છે.ઉપરાંત અન્ય પોલીસ અધિકારીઓ સામે જે આક્ષેપો થયા છે તેની તપાસ કરવામાં આવી રહી છે અને આ અંગે જે પણ કસૂરવાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

મિડીયા સાથેની વાતચીત બાદ મનોજ અગ્રવાલે રાજકોટ પોલીસના એક પછી એક અધિકારી સાથે મુલાકાત કરી હતી. સખિયા બંધુએ કરેલા આક્ષેપો બાદ પોલીસ વિરુઘ્ધ એક પછી એક ફરિયાદો સામે આવી રહી છે ત્યારે રાજકોટ પોલીસબેડામાં પણ મોટાપાયે ફેરફાર થઇ શકે છે.

હાઇકોર્ટના કામથી બે દિવસ બહાર હતો

મનોજ અગ્રવાલે મિડીયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે શનિવારે સવારે સાડા આઠ વાગ્યે જ મેં રાજકોટ છોડી દીધું હતું.હાઇકોર્ટમાં રાજકોટ પોલીસની ચાર અલગ અલગ મેટર હોવાને કારણે સોગંદનામૂ જમા કરવવાનું હતું જેથી ત્યાં વ્યસ્ત હોવાને કારણે તેઓ હાજર ન હતા.રાજકોટ છોડી દીધા બાદ આખો મામલો સામે આવ્યો અને તેથી ખુલાસો ન કરી શક્યો..

ઉચ્ચ અધિકારીઓને આક્ષેપ અંગે માહિતી આપી

મનોજ અગ્રવાલે વધુમાં કહ્યું હતુ કે ધારાસભ્યએ જે આક્ષેપો કર્યા છે તેને લઇને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓને વાકેફ કર્યા છે અને આ અંગેની માહિતી આપી છે.ઉચ્ચ કક્ષાએ આ ફરિયાદ બાદ તપાસના આદેશો આપ્યા છે ત્યારે આ અંગે જાહેરમાં કંઇ બોલવા માંગતા નથી પરંતુ અધિકારીઓને આ કેસની તમામ માહિતી આપી દેવામાં આવી છે.

શું હતો આખો મામલો

રાજકોટના સખિયા બંધુઓ દ્રારા 16 કરોડની ઉધરાણી પેટે રાજકોટના ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરી હતી,આ કેસમાં પોલીસ દ્રારા ફરિયાદી અને આરોપી બંન્ને પાસેથી કમિશન પેટે રૂપિયા વસૂલવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો અને તે અંગે સખિયા બંધુએ ગોવિંદ પટેલને ફરિયાદ કરી હતી અને તેના આધારે ગૃહરાજ્ય મંત્રીએ ફરિયાદ નોંધવાના આદેશ કર્યો હતો.જો કે ત્યારબાદ પણ કાર્યવાહી ન થતા ધારાસભ્ય ગોવિંદ પટેલે ત્રણ દિવસ પહેલા ગૃહમંત્રીને પત્ર લખ્યો હતો અને તે બાદ આખો મામલો સામે આવ્યો હતો.

આ પણ વાંચોઃ લેટર બોમ્બનો પડઘોઃ રાજકોટ પોલીસ બેડામાં પણ મોટા પાયે ફેરફારના ભણકારા! જાણો શું થઈ શકે છે ફેરફાર

આ પણ વાંચોઃ Gujarat ની કોરોના વેકસીનેશન ક્ષેત્રે અનોખી સિદ્ધિ, આટલા કરોડ ડોઝનો લક્ષ્યાંક પૂર્ણ

Follow Us
ભાવનગરમાં હોટલ-રેસ્ટોરન્ટ માટે કલેક્ટરનો કડક આદેશ, કિચનમા CCTV ફરજિયાત
ભાવનગરમાં હોટલ-રેસ્ટોરન્ટ માટે કલેક્ટરનો કડક આદેશ, કિચનમા CCTV ફરજિયાત
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, 40 લાખથી વધુ ભક્તો આવશે
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, 40 લાખથી વધુ ભક્તો આવશે
અમદાવાદ: જૈન ગુરુના નામે ₹21.79 લાખની ઠગાઈ
અમદાવાદ: જૈન ગુરુના નામે ₹21.79 લાખની ઠગાઈ
મહેસાણામાં PM મોદીના બાળપણના મિત્રોએ વાગોળ્યા જૂના સંસ્મરણો
મહેસાણામાં PM મોદીના બાળપણના મિત્રોએ વાગોળ્યા જૂના સંસ્મરણો
વડોદરા MS યુનિવર્સિટીની હોસ્ટેલના ભોજન સામે ફરી સવાલ
વડોદરા MS યુનિવર્સિટીની હોસ્ટેલના ભોજન સામે ફરી સવાલ
Breaking News : સુરતમાં 8 નકલી ડોક્ટરો ઝડપાયા
Breaking News : સુરતમાં 8 નકલી ડોક્ટરો ઝડપાયા
PM મોદીના 76મા જન્મદિવસે સૌરભ પટેલે યાદ કર્યો મહાત્મા મંદિરનો કિસ્સો
PM મોદીના 76મા જન્મદિવસે સૌરભ પટેલે યાદ કર્યો મહાત્મા મંદિરનો કિસ્સો
PM મોદીના શાસનકાળમાં મહિલા આરક્ષણ થઈને જ રહેશે, શંકા રાખવાની જરૂર નથી
PM મોદીના શાસનકાળમાં મહિલા આરક્ષણ થઈને જ રહેશે, શંકા રાખવાની જરૂર નથી
25 વર્ષ જૂની મુલાકાત પણ ન ભૂલ્યા PM મોદી, ઉદ્યોગપતિએ સંભળાવ્યો કિસ્સો
25 વર્ષ જૂની મુલાકાત પણ ન ભૂલ્યા PM મોદી, ઉદ્યોગપતિએ સંભળાવ્યો કિસ્સો
PM મોદીની પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિથી શક્ય બન્યું GST લાગુ કરવું-Video
PM મોદીની પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિથી શક્ય બન્યું GST લાગુ કરવું-Video
g clip-path="url(#clip0_868_265)">