Gujarati video : 28 મેએ પાટણમાં વિશાળ મહિલા સંમેલન યોજાશે, પ્રી-વેડિંગ ફોટોશૂટ, હલ્દીરસમ, બેબીશાવર જેવા ખર્ચા બંધ કરવા લેશે સંકલ્પ
કુરિવાજો બંધ કરવા બેતાળીસ લેઉવા પાટીદાર સમાજની બહેનોએ નિર્ણય લીધો છે. સાથે જ શુભ-અશુભ પ્રસંગે કવર આપવાની પ્રથા દૂર કરવા પણ ઉત્તર ગુજરાતનાં 53 ગામો ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા, અંકલેશ્વર, કચ્છ, રાજકોટ અને મુંબઈમાં રહેતી સમાજની બહેનો મક્કમ છે.
28મી મેએ પાટણમાં (Patan) વિશાળ મહિલા સંમેલન (Women Convention) યોજાશે. જેમાં બેતાળીસ લેઉવા પાટીદાર સમાજની 3000થી વધુ બહેનો નવા ઉમેરાયેલા કુરિવાજો બંધ કરવાનો સામૂહિક સંકલ્પ લેશે. એટલું જ નહીં, સમાજે જે રીતે વર્ષ 1958માં સામાજિક બંધારણ તૈયાર કર્યું હતું, તે રીતે 65 વર્ષ પછી પ્રથમ વાર બહેનો સામાજિક બંધારણ તૈયાર કરવા જઈ રહી છે.
આ પણ વાંચો-Gujarati video : ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈને ભગવાનના નવા રથનું કરવામાં આવશે ટ્રાયલ
પ્રી-વેડિંગ ફોટોશૂટ, હલ્દીરસમ, રિસેપ્શન, બેબી શાવર જેવી ખર્ચાળ અને દેખાદેખી માટે શરૂ થયેલી પ્રથાઓ સહિતના કુરિવાજો બંધ કરવા બેતાળીસ લેઉવા પાટીદાર સમાજની બહેનોએ નિર્ણય લીધો છે. સાથે જ શુભ-અશુભ પ્રસંગે કવર આપવાની પ્રથા દૂર કરવા પણ ઉત્તર ગુજરાતનાં 53 ગામો ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા, અંકલેશ્વર, કચ્છ, રાજકોટ અને મુંબઈમાં રહેતી સમાજની બહેનો મક્કમ છે.
બેતાળીસ લેઉવા પાટીદાર મહિલા સંગઠનનાં અગ્રણીનું કહેવું છે કે, અમારા પૂર્વજોએ જે પરંપરા, જે રિવાજો શરૂ કર્યા હતા, જેમાં કોઈ સુધારો કે વધારો નથી કરતા. ખાસ કરીને 20-25 વર્ષમાં ટીવી સિરિયલો અને ફિલ્મો જોઈને લગ્નમાં પ્રી-વેડિંગ ફોટોશૂટ, હલ્દી રસમ, ડીજે પાર્ટી જેમાં ખોટા ખર્ચા વધી ગયા છે. એટલું જ નહિં આ પ્રસંગોએ કવર આપવા-લેવા, મરણ પ્રસંગે સોનાના દાગીના આપવા, પુત્ર-પુત્રીના જન્મ વખતે પેંડાના બદલામાં પૈસા આપવા, મોટી રકમનાં મામેરાં કરવાં જેવા રિવાજો પહેલાં ક્યારેય નહોતા. આ નવી પેઢીએ ઉમેરેલા છે.
મહિલા સંગઠનનાં અગ્રણીએ જણાવ્યુ કે, આધુનિક જીવનશૈલી અને મોંઘવારીમાં આવા નવા રિવાજોથી સુખી-સંપન્ન પરિવારોને ફરક નથી પડતો, પરંતુ મધ્યમ વર્ગના પરિવારોએ સામાજિક પ્રતિષ્ઠા જાળવવા માટે પણ કમને ખર્ચ કરવા પડતા હોય છે. તેથી આ ખોટા ખર્ચા બંધ કરવા જરૂરી છે.
પાટણ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો