Gujarat Video: પાટણમાં પાણીની પાઈપલાઈનમાંથી મળ્યો યુવતીનો મૃતદેહ, સિદ્ધપુરની ઉપલી શેરી વિસ્તારની ઘટના

Gujarat Video: પાટણમાં પાણીની પાઈપલાઈનમાંથી મળ્યો યુવતીનો મૃતદેહ, સિદ્ધપુરની ઉપલી શેરી વિસ્તારની ઘટના

TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2023 | 10:45 PM

Patan: સિદ્ધપુરમાં પાણીની પાઈપલાઈમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. નગરપાલિકાની પાઈપલાઈનમાંથી યુવતીનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે યુવતીની હત્યા થઈ કે આત્મહત્યા તે અંગે આશંકા સેવાઈ રહી છે.

પાટણના સિદ્ધપુરમાં ચકચારી ઘટના સામે આવી છે. પાણીની પાઈપલાઈનમાંથી યુવતીનો મૃતદેહ મળી આવતા તંત્ર દોડતુ થયુ છે. નગરપાલિકાની પાણીની પાઈપલાઈનમાંથી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. છેલ્લા 4 થી 5 દિવસથી પાણી ધીમુ આવતા નગરપાલિકાની ટીમે પાઈપલાઈન ચેક કરતા અવશેષ મળી આવ્યા હતા. સિદ્ધપુરની ઉપલી શેરી વિસ્તારમાં આ પ્રકારનો બનાવ બન્યો છે. ત્યારે પાણીની પાઈપલાઈનમાં યુવતીનો મૃતદેહ કેવી રીતે ફસાયો તેને લઈને પણ તપાસ તેજ બની છે. યુવતીની હત્યા કરાઈ હતી કે આત્મહત્યા કરી હતી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Patan : સિદ્ધપુર GIDCમાં પ્રતિબંધિત પોલીથીન બનાવતી ફેક્ટરી પર GPCBના દરોડા

મળી આવેલા અવશેષ મહિલાના છે કે નહીં તેને લઈને પણ રહસ્ય ઘેરુ બન્યુ

જો કે મળી આવેલા મૃતદેહના અવશેષો યુવતીના જ છે કે કેમ તેને લઈને પણ આશંકા સેવાઈ રહી છે. શંકાસ્પદ મૃતદેહના અવશેષને પીએમ માટે મોકલવામાં આવ્યા છે. તબીબના જણાવ્યા મુજબ પ્રાથમિક દૃષ્ટિએ અવશેષોની સ્થિતિ જોતા આ તે માનવના છે કે કોઈ પ્રાણીના તે કહેવુ મુશ્કેલ છે. વધુમાં તેમણે જણાવ્યુ કે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. જો કંઈ જાણી નહીં શકાય તો તેને ફોરેન્સિક લેબમાં અમદાવાદ મોકલવામાં આવશે. તો હાલ તો નગરપાલિકાની પાઈપલાઈનમાંથી મળી આવેલા અવશેષોને લઈને પણ રહસ્ય વધુ ઘેરુ બન્યુ છે.

Input Credit- Sunil Patel- Patan

g clip-path="url(#clip0_868_265)">