હવે ઉત્તર ગુજરાતનો વારો ? હવામાન વિભાગે કરી ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી
ઓફશોર ટ્રફ અને શિયર ઝોનના કારણે આણંદ અને વડોદરામાં ભારે વરસાદ વરસ્યો છે. ભરૂચ, સુરત, દાહોદ અને મહીસાગરમાં પણ આ જ વરસાદી સિસ્ટમને પગલે વરસાદ વરસ્યો છે. સામાન્ય રીતે ચોમાસામાં અત્યાર સુધીમાં જેટલો વરસાદ વરસવો જોઈએ તેના કરતા 28 ટકા વધુ વરસાદ વર્તમાન ચોમાસામાં વરસ્યો હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિકનું કહેવુ છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. ઓફશોર ટ્રફ અને શિયર ઝોનના કારણે ઉતર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠામાં સારો વરસાદ વરસવાની આગાહી કરાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ નોંધપાત્ર વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.
ઓફશોર ટ્રફ અને શિયર ઝોનના કારણે આણંદ અને વડોદરામાં ભારે વરસાદ વરસ્યો છે. ભરૂચ, સુરત, દાહોદ અને મહીસાગરમાં પણ આ જ વરસાદી સિસ્ટમને પગલે વરસાદ વરસ્યો હોવાનું હવામાન વિભાગનું કહેવું છે. સામાન્ય રીતે ચોમાસામાં અત્યાર સુધીમાં જેટલો વરસાદ વરસવો જોઈએ તેના કરતા 28 ટકા વધુ વરસાદ વર્તમાન ચોમાસામાં વરસ્યો હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિકનું કહેવુ છે.
