સાંસદ નારણ કાછડિયાના આક્ષેપના જવાબ આપતા નીતિન પટેલ થયા ભાવુક, જાણો શું કહ્યું

સાંસદ નારણ કાછડિયાએ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પર આરોપ કર્યા હતાં કે ગાંધીનગર જઈએ ત્યારે નીતિનભાઈ સામુ પણ નહોતા જોતા. આ મામલે નીતિન પટેલે નિવેદન આપ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 7:23 PM

તાજેતરમાં સાંસદ નારણ કાછડિયાએ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પર આરોપ કર્યા હતાં કે ગાંધીનગર જઈએ ત્યારે નીતિનભાઈ સામુ પણ નહોતા જોતા. આ મામલે નીતિન પટેલે નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે નિવેદન બે દિવસથી ટીવીમાં સમાચારમાં જોવું છું. કાછડિયા અમારાં સિનિયર નેતા છે. હું નથી જાણતો કે કેમ તેમણે આ વિષય મીડિયા પર મુક્યો. તેમજ આ પ્રસંગે કેમ આવી પોસ્ટ કેમ કરી મારી સમજમાં નથી આવતી.

આગળ નીતિન પટેલે કહ્યું કે ‘મને નથી સમજાતું કે તેઓએ આવું કેમ કહ્યું? મહેસાણામાં મેં કિધેલી વાતનો 2 ત્રણ દિવસ પછી ઉલ્લેખ કર્યો હતો. કાછડિયા એક ડૉક્ટરની બદલી લઇને આવ્યાં હતાં. મોટા ભાગના લોકોની ભલામણો બદલીઓ માટે આવતી હોય છે. પોતાના મિત્રોના કે પોતાના માટે અનેક લોકો બદલીઓ માટે આવતા હોય છે. નારણભાઈએ કયા ડોક્ટરની વાત કરી એ મારા ધ્યાને નથી. હવે હુ આરોગ્ય મત્રી નથી મારી પાસે કોઈ ડેટા ન હોય.

આ ઉપરાંત સૌની યોજના મામલે નીતિન પટેલે પ્રતિક્રિયા આપી હતી કે, ‘નારણ કાછડિયા સૌની યોજના વાત કરી હતી. જે સિંચાઈ મત્રી હસ્તક આવે છે. સૌની યોજના કામગીરી મારી પાસે ન  હતી. સૌની યોજનાની કામગીરી સિંચાઈ વિભાગમાં આવે છે. છેલ્લા પાંચ વર્ષથી સિંચાઈ મંત્રી તરીકે વિજય ભાઈ રૂપાણી પાસે ચાર્જ હતો. મારી પાસે નાણાં વિભાગ હતો અને મેં સૌની યોજના માટે નાણાંની ફાળવણી જ્યાં જરૂર પડી ત્યાં કરી છે. મે જરૂરિયાત સમયસર બધી કામગીરી કરી છે. ભાજપે સૌરાષ્ટ્રની જનતાને ધ્યાને રાખી 18000 કરોડની સિંચાઈ યોજના કરી છે. અને આખા સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડવાનું કામ કર્યું.’ નીતિન પટેલે કહ્યું કે મારી પાસે નાણાં વિભાગ હતું મેં જ્યાં જરૂર પડી ત્યાં નાણાં આપ્યા છે.

આ ઉપરાંત સાવરકુંડલા બાયપાસને લઈને નીતિન પટેલે કહ્યું કે, ‘નારણભાઈએ જે સાવરકુંડલા બાયપાસની વાત કરી છે,
તે બાબતે હું કહીશ કે અમે કાળુભાઇ વિરાણીની લાગણી અને માગણી ધ્યાને રાખી બાયપાસ મંજૂર કર્યો હતો. સાડા છ કિલોમીટરનો અમે બાયપાસ કર્યો અને તેની જરૂર હતી.

આ સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, ‘નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે મને આખા ગુજરાતની જવાબરી સોંપી હતી ચેકડેમ બનાવવાની.
ત્યારે આખા સૌરાસ્ટમાં લોકભાગીદારીથી ચેકડેમો બનાવ્યા હતા. હું સિંચાઈ મંત્રી હતો ત્યારે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે કામ કર્યું છે. કચ્છ સુધી અત્યારે અમે પાણી પહોંચાડી રહ્યા છીએ. આખા ગુજરાતમાં પીવાનું અને ખેતી માટેનું પાણી ભાજપે કર્યું છે અને એ બધું મારા સમય દરમિયાન અને અગાઉ થયું છે.

આ પણ વાંચો: મોટો નિર્ણય: હવે વેક્સિન નહીં લીધી હોય તો અમદાવાદની હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ નો એન્ટ્રી

આ પણ વાંચો: Kutch: જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડૂતોને આતંકવાદી કહ્યાનો આક્ષેપ, રોષ સાથે ખેડૂતોએ કર્યું પ્રદર્શન

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">