મોટો નિર્ણય: હવે વેક્સિન નહીં લીધી હોય તો અમદાવાદની હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ નો એન્ટ્રી

Ahmedabad: કોર્પોરેશનની પ્રોપર્ટી બાદ હવે અમદાવાદની હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ જો પ્રવેશ લેવો હશે તો વેક્સિન સર્ટીફિકેટ બતાવવું પડશે.

Ahmedabad: વેક્સિનેશન (Vaccination) વગર કોર્પોરેશનની પ્રોપર્ટીમાં પ્રવેશ પર પ્રતિબંધ યથાવત છે. આવામાં બીજા મોટા સમાચાર આવ્યા છે કે હવે અમદાવાદની હોટલ અને રેસ્ટોરન્ટમાં (Hotels and restaurants) પણ જો પ્રવેશ લેવો હશે તો વેક્સિન સર્ટીફિકેટ (Vaccine Certificate) બતાવવું પડશે. વેક્સિનનો એક પણ ડોઝ નહીં લીધો હોય અને ઉંમર 18 વર્ષથી વધુ હશે તો પ્રવેશ નહીં મળે. એટલું જ નહીં બીજા ડોઝની તારીખ જતી રહી હોય અને ડોઝ ના લીધો હોય તો પણ હોટલ અને રેસ્ટોરન્ટમાં પ્રવેશ નહીં મળે.

તમને જણાવી દઈએ કે આ બાબતે હોટલ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે, AMC દ્વારા એસોસિએશનને પરિપત્ર આપ્યો હતો કે જ્યારે 18 થી ઉપરની વ્યક્તિએ વેક્સિનનો પ્રથમ ડોઝ કે બંને ડોઝ લીધા હોય ત્યારે જ તેને પ્રવેશ આપવામાં આવ. તેમજ બીજા વેકિસનની તારીખ જતી રહી હોય અને વેક્સિન ના લીધી હોય તેવા લોકોને પ્રવેશ આપવામાં ના આવે. બાદમાં એસોસિએશન દ્વારા દરેક મેમ્બરને આ પરિપત્ર મોકલવામાં આવ્યો હતો.

હોટલ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ કહ્યું કે નવરાત્રી અને દિવાળીમાં શાંતિથી રેસ્ટોરન્ટ ચલાવી શકીએ અને કોરોના એ સમયે ના અસર કરે તે માટે આ નિયમ પાળવો જરૂરી છે.

 

 

આ પણ વાંચો: Kutch: જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડૂતોને આતંકવાદી કહ્યાનો આક્ષેપ, રોષ સાથે ખેડૂતોએ કર્યું પ્રદર્શન

આ પણ વાંચો: Ahmedabad : SBIની રીજનલ ઓફિસ દ્વારા પેરાઓલિમ્પિકમાં દેશનું નામ રોશન કરનાર 3 મહિલાઓ ખેલાડીઓનું સન્માન કરાયું

Click on your DTH Provider to Add TV9 Gujarati