Kutch: જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડૂતોને આતંકવાદી કહ્યાનો આક્ષેપ, રોષ સાથે ખેડૂતોએ કર્યું પ્રદર્શન

કચ્છમા ખેતીવાડી અધિકારી સામે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. જીલ્લા ખેતીવાડી અધિકારીએ કિસાનસંધના મહામંત્રી સાથેની ટેલીફોનિક વાતચીતમા ખેડૂતોને આંતકવાદી કહ્યા હોવાનો પણ આરોપ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 5:50 PM

કચ્છમા (Kutch) ખેતીવાડી અધિકારી સામે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન (Protest) કર્યું છે. ખેતીવાડી અધિકારી સામે ખેડૂતોએ ફસલ વીમા યોજનામાં ખોટા પરિપત્ર અને સર્વેની કામગીરી કરી હોવાનો આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં મોટો વિરોધ ખેડૂતોને આતંકવાદી કહેવાનો છે. જી હા વિરોધ કરતા ખેડૂતોએ જીલ્લા ખેતીવાડી અધિકારીએ કિસાનસંધના મહામંત્રી સાથેની ટેલીફોનિક વાતચીતમા ખેડૂતોને આંતકવાદી કહ્યા હોવાનો પણ આરોપ મુક્યો છે.

કચ્છના ખેડૂતોને (Kutch farmers) આતંકવાદી કહ્યાની વાતને લઈને ખેડૂતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈ ખેડૂતોએ જીલ્લા ખેતીવાડી અધિકારી કચેરીએ મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ ઉગ્ર વિરોધ કર્યો છે. આ પગલે ગાવે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો મોટા વિરોધની કિસાનસંઘે ચિમકી ઉચ્ચારી છે. સાથે જ પોલીસ ફરિયાદની પણ ચિમકી આપવામાં આવી છે.

આ સમગ્ર મામલે ખેતીવાડી અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતોએ રજૂઆત કરી હતી. જે બાદ જિલ્લા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. જાહેર છે કે ખેડૂતોને આતંકવાદી કહ્યાનો આક્ષેપ છે જેના કારણે ખેડૂતોની લાગણી દુભાઈ છે અને તેમનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad : SBIની રીજનલ ઓફિસ દ્વારા પેરાઓલિમ્પિકમાં દેશનું નામ રોશન કરનાર 3 મહિલાઓ ખેલાડીઓનું સન્માન કરાયું

આ પણ વાંચો: Monsoon: રાજ્યમાં 14 ટકા વરસાદની ઘટ થઈ જશે પૂરી: હવામાન વિભાગની આગાહી, જાણો સંપૂર્ણ વિગત

Follow Us:
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">