જામનગરના ખીજડિયા ગામનો નિકુંજ વસોયા તેના રસોઈના જાદુથી પહોંચી ગયો અંબાણીના રસોડા સુધી- જુઓ Video

જામનગરના ખીજડિયા ગામના નિકુંજ પટેલની હાથે બનેલી રસોઈનો ચટાકો તો ખુદ અંબાણી પરિવારને પણ લાગ્યો છે અને ગુજરાતની સ્વાદનો ચટાકો લગાવનાર આ યુવાન હાલ અંબાણી પરિવારના રસોડા સુધી પહોંચી ગયો છે.

| Updated on: Aug 02, 2024 | 12:21 PM

જામનગરના ખીજડીયાનો યુવાન નિકુંજ વસોયા, નામ તો તમે સાંભળ્યું હશે. દેશી ફૂડ બનાવી ગુજરાતીઓને સ્વાદનો ચસકો લગાવનારા આ યુવાન અંબાણી પરિવારના રસોડા સુધી પહોંચી ગયો છે. પોતાની વાડીમાં દેશી કાઠીયાવાડી વાનગીઓના વીડિયો બનાવતો નિકુંજ. આજે એન્ટિલિયમાં જમાવનું બનાવતો થઈ ગયો. જેના હાથનો જાદુ દેશના સૌથી ધનિષ્ઠ ગણાતા અંબાણી પરીવારને પણ પડયો પસંદ. અંબાણી પરીવારના મોટા કાર્યક્રમમાં પોતાના મહેમાનોને નિકુંજ વસોયાના હાથે તૈયાર થયેલા દેશી કાઠીયાવાડી વાનગીઓ પીરસવાનો આગ્રહ રાખે છે. અંબાણી પરીવારના 14 જેટલા કાર્યક્રમમાં નિકુંજને વાનગી બનાવવાની તક મળી.

અંબાણીના આંગણે દેશ-વિદેશના ખાસ મહેમાનો આવતા હોય છે. તેમના 14 અલગ-અલગ કાર્યક્રમમાં દેશી કાંઠીયાડી વાનગીઓ તૈયાર કરવા ખાસ નિકુંજ વસોયાને તક મળી હતી. નવા વર્ષેની પાર્ટી હોય કે થોડા દિવસો પહેલાના અનંત અંબાણીના પ્રિવેડીંગના કાર્યક્રમ સહીતના 14 પ્રસંગોએ નિંકુજે પોતાના હાથનો જાદુથી મહેમાનો સ્વાદિષ્ટ વાનગીઓ પીરસી. નિકુંજે જણાવ્યું કે દેશી વાનગીઓનો સ્વાદ અંબાણી પરીવારને વધુ પસંદ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">