Navsari : વાંસદા વન વિભાગની મોટી કાર્યવાહી, ગેરકાયદે લઈ જવાતા ખેરના લાકડા ઝડપી પાડ્યા, જુઓ Video
ખેર એ જંગલના કીમતી લાકડા તરીકે જાણીતું કિંમતી લાકડું છે દક્ષિણ ગુજરાતના જંગલના પર્વતીય વિસ્તારોમાં મોટાપાયે ખેરના લાકડા મળી રહે છે. ઉત્પાદન ઓછું અને બજારમાં માંગ વધુ રહેતા મોંઘાભાઈ રચાતા ખેરના લાકડા ચોરીની નવસારી જિલ્લાના વાંસદા રેન્જ ફોરેસ્ટ ઓફિસ વિભાગે ખુલાસો કર્યો છે.
ખેરના લાકડાનો ઉપયોગ કીમતી ફર્નિચર અને બંદૂકના બટ તથા હુકરી જેવા હથિયારો બનાવવા માટેના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે.
બજારમાં માંગ વધુ જથ્થો ઓછો મળતો હોવાના કારણે ઊંચા ભાવે વેચાતા ખેરના લાકડા ચોરીના રેકેટ વારંવાર પકડાતા હોય છે. જેમાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં 11 ટન જેટલા ખેરના લાકડાની ચોરીનું રેકેટ વાસદા વન વિભાગે પકડી પાડ્યું છે.
જેમાં ટ્રકમાં સંતાડીને લઈ જતા બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે લાકડા ક્યાંથી ભર્યા હતા અને ક્યાં લઈ જવામાં આવી રહ્યા હતા એ મુદ્દે તલસ્પર્શી તપાસ શરૂ કરી છે.
વન વિભાગે પકડી પાડેલા 11 ટન ખેરના લાકડાની કિંમત 40 હજાર રૂપિયા બતાવવામાં આવી છે. જેમાં પણ બ્લેક માર્કેટમાં 50,000 રૂપિયાથી માંડીને 70 હજાર રૂપિયા સુધીની ઊંચી કિંમત વસૂલવામાં આવે છે. ખેરના લાકડાની અંદરની ગોળાઈ મોટી તેમ એની કિંમત વધુ આવતી હોય છે.
આ પણ વાંચો : Navsari News : સરકારના ચોપડે નથી માન્યતા, દક્ષિણ ગુજરાતમાં 100 વર્ષ બાદ પણ આરા પદ્ધતિથી થાય છે ખરીદ વેચાણ
રાષ્ટ્રીય બજારમાં ખેરના લાકડાની કિંમત વધુ હોવાના કારણે મોટાપાયે દાન ચોરી થતી હોય છે વહેલી તકે ખેરના લાકડા ચોરીના રેકેટને રોકવામાં ન આવે તો જંગલમાંથી ખેરનું લાકડું નાશ થવાના આરે આવીને ઊભું રહી જશે.
(ઈનપુટ ક્રેડિટ – નિલેશ ગામીત, નવસારી)