Rajasthan Hospital : બેઝમેન્ટમાં ડનલોપ અને ફર્નિચરના સામાનમાં લાગી હતી આગ, લાકડાની ડિઝાઇન જોખમી, ફાયર ઓફિસરે આપ્યુ નિવેદન
આગની ઘટનાને લઈને ફાયર ઓફિસરએ નિવેદન આપ્યું છે. તેમને જણાવ્યુ છે કે બેઝમેન્ટમાં ડનલોપ અને ફર્નિચરના સામાનમા આગ લાગી હતી. તો હોસ્પિટલમાં લાકડાની ડિઝાઇન પણ જોખમી હોવાનું નિવેદન આપ્યુ છે.
Rajasthan Hospital : અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં લાગેલી આગ મહદઅંશે કાબૂમાં આવી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ તબક્કાવાર ફાયર બ્રિગેડની 30થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ફાયરના વિવિધ સાધનોની મદદથી આગ ઓલવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Ahmedabad : શાહીબાગની રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં લાગેલી આગને બુઝવવા ફાયર બ્રિગેડની પ્રશંસનીય કામગીરી, જુઓ Photos
જેમાં હોસ્પિટલ દ્વારા 100 થી વધારે દર્દીઓને 20 થી વધારે એમ્બ્યુલન્સ દ્વારા દર્દીઓને આનંદ હોસ્પિટલ અને BAPSની હોસ્પિટલમાં દર્દીઓને ખસેડવામાં આવી રહ્યા છે. જેના અંતર્ગત આગની ઘટનાને લઈને ફાયર ઓફિસરએ નિવેદન આપ્યું છે. તેમને જણાવ્યુ છે કે બેઝમેન્ટમાં ડનલોપ અને ફર્નિચરના સામાનમા આગ લાગી હતી. તો હોસ્પિટલમાં લાકડાની ડિઝાઇન પણ જોખમી હોવાનું નિવેદન આપ્યુ છે.
ફાયર ઓફિસરે આપ્યુ નિવેદન
રાજસ્થાન હોસ્પિટલને છેલ્લા કેટલાક મહિનામાં બહારના તરફ વુડનની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. આગની જ્વાળા પકડી શકે તેવી વુડન ડિઝાઇન હોવાના કારણે વિવાદ સર્જાઈ શકે તેવી સંભાવના છે. પરંતુ આ સાથે જ ફાયર ઓફિસરે જણાવ્યુ હતુ કે હોસ્પિટલ મેનેજમેન્ટએ મંજૂરી લઈને ડિઝાઇન બનાવી હોવાનું નિવેદન આપ્યુ છે. તેમજ આ પ્રકારની ડિઝાઈન અન્ય જગ્યા પર હોવાનું જણાવી ડિઝાઇન જોખમી નહીં હોવાનું પણ જણાવ્યું છે. પરંતુ વુડન ડિઝાઇન જોખમી છે કે નહીં તે આગળના સમયમાં સામે આવશે.
આ સાથે જણાવ્યુ કે નિયમ પ્રમાણે બેઝમેન્ટમાં વાહનો સિવાય બીજી કોઈ વસ્તુ કે સામાન રાખી શકાય નહીં. પરંતુ હોસ્પિટલમાં બેદરકારી દાખવીને બેઝમેન્ટમાં ફર્નિચરનો સામાન મૂકેલો હતો. જેના કારણે આગને વધુ વેગ મળ્યો અને ધુમાડો બહાર કાઢવામાં ખૂબ જ મુશ્કેલી પડી. હવે પોલીસ ફર્નિચરના સામાન અને આગ લાગવાના કારણ અંગે તપાસ કરશે. નિયમ વિરૂદ્ધ સામાન રાખવા બદલ હોસ્પિટલ સામે કાર્યવાહી પણ થઈ શકે છે.
ધારાસભ્યોએ ઘટના સ્થળની લીધી મુલાકાત
રાજસ્થાન હોસ્પિટલમાં આગની ઘટના બનતા જ ધારાસભ્યોએ ઘટના સ્થળની મુલાકાત લીધી છે. જેમાં ધારાસભ્ય કૌશિક જૈન બાદ ધારાસભ્ય દર્શના વાઘેલા પણ હોસ્પિટલ પર પહોંચ્યા છે. ધારાસભ્ય દર્શના વાઘેલાએ આગની પરિસ્થિતિની માહિતી મેળવી હતી. ફાયર બ્રિગેડની કામગીરી માટે ધારાસભ્ય વખાણ કર્યા છે. આગામી સમયમાં આ પ્રકારની ઘટના ન બનવી જોઈએ તેવું આપ્યું નિવેદન આપ્યુ છે. આ પ્રકારની ઘટનાઓને લઈને લોકોને જાગ્રત બનવા માટે પણ અપીલ કરી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો