Video : MS યુનિવર્સિટીમાં હાઇપાવર શિસ્ત સમિતિની બેઠક મળી, MSUને બદનામ કરવા પાછળ એક વિદ્યાર્થી જૂથ હોવાનું નિકળ્યુ તારણ

Vadodara News : શિસ્ત સમિતિમાં તારણ નિકળ્યું કે, મારામારીની બે ઘટનાઓ અને છેડતીની ઘટનાના આરોપી વિદ્યાર્થીઓ એક જ જૂથના છે. ત્રણથી વધુ વિદ્યાર્થીઓ ત્રણેય ઘટનાઓમાં સામેલ હોવાનું ખુલ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2023 | 10:05 AM

વડોદરાની MS યુનિવર્સીટીમાં હાઇપાવર શિસ્ત સમિતિની બેઠક મળી હતી. જેમાં મારામારી, છેડતીના મુદ્દાઓને લઈને આક્ષેપિત વિદ્યાર્થીઓને સાંભળવાની અને ઉલટ તપાસની પ્રક્રિયા આગળ વધારી હતી. શિસ્ત સમિતિમાં તારણ નિકળ્યું કે, મારામારીની બે ઘટનાઓ અને છેડતીની ઘટનાના આરોપી વિદ્યાર્થીઓ એક જ જૂથના છે. ત્રણથી વધુ વિદ્યાર્થીઓ ત્રણેય ઘટનાઓમાં સામેલ હોવાનું ખુલ્યું છે. યુનિવર્સિટીને બદનામ કરતી ઘટનાઓ પાછળ એક જ વિદ્યાર્થી જૂથ સાથે સંકળાયેલા હોવાનું તારણ નિકળ્યું છે જે અંગે આગામી બેઠક 22 અથવા 23 જાન્યુઆરીએ મળશે અને બાકીના વિદ્યાર્થીઓ અને સાક્ષીઓને સાંભળ્યા બાદ સમિતિ દ્વારા ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચશે.

નમાઝ પઢવાનો વીડિયો વાયરલ થતા વિવાદ સર્જાયો

MS યુનિવર્સિટી હંમેશા વિવાદમાં રહે છે. થોડા દિવસ પહેલા MS યુનિવર્સિટીમાં ફરી એકવાર નમાઝ પઢવાનો વીડિયો વાયરલ થતા વિવાદ સર્જાયો હતો. સંસ્કૃત ભવન બાદ હવે સાયન્સ ફેકલ્ટીમાં એક યુવતીનો નમાઝ પઢતો વીડિયો વાયરલ થતા MS યુનિવર્સિટી સક્રિય થઇ હતી. યુનિવર્સિટીમાં હાઈપાવર શિસ્ત કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સાયન્સ ફેક્લ્ટીમાં નમાઝ પઢનારા વિદ્યાર્થીઓના નિવેદન લેવાયા. શિસ્ત કમિટીએ કોઇ કાવતરાના ભાગરૂપે તો નમાઝ નથી પઢવામાં આવી તે અંગે વિદ્યાર્થીઓની પૂછપરછ કરીજે પછી MSUના નમાઝના વાયરલ વીડિયો મુદ્દે વિદ્યાર્થીને ધમકી આપનાર શખ્સની ધરપકડ કરાઈ. પોલીસે વિદ્યાર્થી કુલદીપ શર્માની અરજીના આધારે નાગરવાડા વિસ્તારમાંથી અમ્માર રશીદ ગજીયાવાલાની ધરપકડ કરી લીધી છે.

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">