સાંસદ સામે પોલીસ ઢીલી પડી ! રંજન ભટ્ટ પોણા બે કલાકમાં અકસ્માત કરનારેને છોડાવી ગયા, જુઓ Video
વડોદરાના ફતેગંજમાં રવિવારે ફિઝિયોથેરાપી અને ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓને અડફેટે લઇ ભાગેલા કારચાલકે પીછો કરનાર લોકોને ટક્કર મારવાની કોશિશ કરી હતી. 4 કિમી દૂર રાજમહેલ રોડ પર તેને પકડી લેવાયો હતો, ત્યારબાદ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.
વડોદરામાં રવિવારે એક કારચાલકે ફિઝિયોથેરાપી અને ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા. જે પછી ફતેગંજ પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક કુશ પટેલની ધરપકડ કરી હતી. જે પછી અકસ્માત કરનારને સાંસદ રંજનબેન ભટ્ટ પોલીસ મથકેથી છોડાવી ગયા હતા. જે પછી તેમના પર અનેક સવાલ ઊભા થઇ રહ્યા છે.
વડોદરાના ફતેગંજમાં રવિવારે ફિઝિયોથેરાપી અને ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓને અડફેટે લઇ ભાગેલા કારચાલકે પીછો કરનાર લોકોને ટક્કર મારવાની કોશિશ કરી હતી. 4 કિમી દૂર રાજમહેલ રોડ પર તેને પકડી લેવાયો હતો, ત્યારબાદ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં આરોપીનું નામ કુશ પટેલ હોવાનું સામે આવ્યું હતું. નવાઈની વાત તો એ છે કે આ ઘટનામાં સાંસદ રંજન ભટ્ટ પર પણ સવાલ ઉઠ્યા હતા.
સાંસદ સામે પોલીસ ઢીલી પડી !
ઘટનાની વિગતવાર વાત કરીએ તો ઘટનાની જાણ સાંસદને થતા તેઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને માત્ર પોણા બે કલાકમાં જ આરોપીને છોડાવી ગયા હતા. આ અંગેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં સાંસદ રંજન ભટ્ટ અને આરોપી કુશ પટેલ પોલિસ સ્ટેશનની બહાર જોવા મળ્યા હતા જેના પગલે અનેક સવાલ ઉઠ્યા હતા. આક્ષેપ લાગી રહ્યો હતો કે, શું સાંસદ રંજન ભટ્ટે આરોપીને છોડાવામાં મદદ કરી હતી. સાથે જ સવાલ ઉઠી રહ્યો હતો કે,લોકો સામે કડકાઈ કરતી પોલીસ સાંસદ સામે કેમ ઢીલી પડી.
તો ઘટનાને લઈને સાંસદ રંજન ભટ્ટનું નિવેદન પણ સામે આવ્યું છે. ઘટનાને લઈને સાંસદે જણાવ્યું હતું કે મને ઘટનાની જાણ થઈ એટલે હું પોલીસ સ્ટેશન પહોંચી હતી. હું આરોપી કુશ પટેલને છોડાવા માટે પોલીસ સ્ટેશન ગઈ નહોંતી પરંતુ હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જે ઈજાગ્રસ્ત થયા હતા તેમના વિરૂદ્ધ ફરિયાદ ન થાય તે માટે ગઈ હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓના પરિવાર સાથે વાત કરી હતી તો જાણવા મળ્યું હતું કે તેઓએ કોઈ ફરિયાદ કરી નથી, પરંતુ વિદ્યાર્થી નેતા આગેવાનઓએ ઓનલાઈન ફરિયાદ કરી હતી.
સાથે જ જણાવ્યું હતું કે, પોલીસે સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કુશ પટેલને જામીન પર છોડ્યો. સાથે જ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ જે ઈજાગ્રસ્ત થયા છે તેઓ પાસે લાઈસન્સ નહોંતું. હેલ્મેટ પણ પહેર્યું નહોંતું અને તેઓ રોંગ સાઈડ પણ આવતા હતા જેથી તેઓ વિરૂદ્ધ પણ ફરિયાદ થાય તેમ હતી,પરંતુ બંને પક્ષ વચ્ચે સમાધાન થાય તે માટે મેં પ્રયત્નો કર્યા હતા.