AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon 2024: ગુજરાતમાં વરસાદની ત્રણ સિસ્ટમ મચાવી શકે છે તબાહી ! કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના આ જિલ્લામાં રેડ એલર્ટ, જુઓ Video

Monsoon 2024: ગુજરાતમાં વરસાદની ત્રણ સિસ્ટમ મચાવી શકે છે તબાહી ! કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના આ જિલ્લામાં રેડ એલર્ટ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2024 | 10:04 AM

ગુજરાત પર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેના પગલે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન, શિયરઝોન અને ઑફશૉર ટ્રફ સક્રિય છે. જેના પગલે રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે.

ગુજરાત પર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેના પગલે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન, શિયરઝોન અને ઑફશૉર ટ્રફ સક્રિય છે. જેના પગલે રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદી માહોલ જામશે. કચ્છ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના ચાર અને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં વરસાદી આક્રમણનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.જામનગર, પોરબંદર, દ્વારકા, કચ્છમાં અતિભારેની આગાહી છે. તો ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યુ છે. અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી છે.

આજે રાજ્યમાં 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ મહેસાણામાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજ અને વીસનગરમાં 6.5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ભરૂચના હાંસોટમાં 5.9 ઈંચ વરસાદ વરસ્યો છે. 11 તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. સાંતલપુર, નડિયાદ, વડનગર, બહુચરાજી, ઉંઝા અને વાપીમાં 3 ઈંચ, 24 તાલુકામાં 2 ઈંચથી વધુ, રાજ્યના 70 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

Published on: Jul 30, 2024 09:16 AM
g clip-path="url(#clip0_868_265)">