Gujarat Rain : છોટાઉદેપુરમાં ભારે વરસાદથી ઓરસંગ નદીમાં નવા નીરની આવક, એક્વાડક્ટની સેફ્ટી વોલ પરથી પસાર થયુ પાણી, જુઓ Video
છોટાઉદેપુરના બોડેલી પાસેથી પસાર થતી નદીમાં નવા નીર આવ્યા છે. ભારે વરસાદના પગલે એક્વાડક્ટની સેફ્ટી વોલ પરથી પાણી પસાર થયું છે. ઓરસંગ નદીકાંઠે કેટલાક બેદરકાર લોકો પણ જોવા મળ્યા હતા.
Chhotaudepur Rain : રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. છોટાઉદેપુરમાં ભારે વરસાદથી ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. છોટાઉદેપુરના બોડેલી પાસેથી પસાર થતી નદીમાં નવા નીર આવ્યા છે. ભારે વરસાદના પગલે એક્વાડક્ટની સેફ્ટી વોલ પરથી પાણી પસાર થયું છે. ઓરસંગ નદીકાંઠે કેટલાક બેદરકાર લોકો પણ જોવા મળ્યા હતા. ઓરસંગ નદી નિહાળવા માટે લોકો પહોંચ્યા હતા. ઉપરવાસથી અચાનક પાણી આવે તો આ દુર્ઘટના સર્જાઈ શકે છે. જો લોકો એક્વાડક્ટ દિવાલ પાસે ન પહોંચે તે માટે રોક લગવવી જરૂરી છે. તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : Chotaudepur : નસવાડીમાં લાંચ લેતા ઝડપાયેલ ડેપ્યુટી ઈજનેર ACB ને ચકમો આપી ફરાર, જુઓ Video
રાજકોટના રસ્તા પર ખાડારાજ !
તો રાજકોટમાં ભારે વરસાદના પગલે કોઠારીયા વિસ્તારમાં મોટા ભાગના મુખ્ય રસ્તાઓ પર ખાડા અને કીચડનું સામ્રાજય જોવા મળ્યું છે. વર્ષોથી લોકો ચોમાસામાં હાલાકીનો સામનો કરી રહ્યા છે પરંતુ કોઈ તેનો ઉકેલ આવતો નથી.